કઈ રીતે જાણશો તમારા વહાલસોયા બાળકની અંદર રહેલા તનાવના લક્ષણો

0
11

કોરોનાની મહામારી એ ભલ ભલાના જીવન અસ્તવ્યસ્ત કરી નાખ્યા છે. જેના કારણે આપણી જીવનશૈલીમાં ઘણું મોટું પરિવર્તન આવ્યું છે. સોશ્યલ ડીસ્ટનસિંગ, માસ્ક વગેરે તેમજ અન્ય સાવચેતી વગેરેનું પાલન કરવું જરૂરી બન્યું છે. ઘરના પુખ્ત વયના લોકો તો કોરોનાવાયરસના કારણે માનસિક તાણ તેમજ ઉદાસીનતા અનુભવી રહ્યા છે પરંતુ બાળકોના માનસિક સ્વાસ્થ્ય પર પણ તેની અસર થઇ રહી છે.

આપણા સમાજમાં એવી માન્યતા પ્રવર્તતી હોય છે કે કોઈ હસતી રમતી વ્યક્તિ હોય તેને ક્યારેય તનાવની અનુભૂતિ થતી નથી. આ કારણથી આપણે બાળકોમાં આવી રહેલા તનાવ પ્રત્યે દુર્લક્ષ સેવતા હોય તેવું બને છે. આપણને એવું લાગતું હોય છે કે નાના બાળકોને કોઇ જ પ્રકારનો તણાવ હોતો નથી.

આજે કારણ છે કે આપણે ત્યાં બાળપણમાં ડિપ્રેશનને કોઈ ગંભીરતાથી નોંધ લેતા નથી.પરંતુ ચંદીગઢની પોસ્ટ ગ્રેજ્યુએટ ઇન્સીટ્યુટ ઓફ મેડીકલ એજ્યુકેશન એન્ડ રીસર્ચ ડિપાર્ટમેન્ટના મનોવૈજ્ઞાનિક રિસર્ચ પ્રમાણે ભારતમાં બાળકો અને કિશોર વયના લોકોમાં બનાવ અંગેની માહિતી પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ નથી.

ભારતમાં બાળકો ના તને સમજવા માટે વિવિધ કેટેગરી જોવા મળે છે. જેમાં અભ્યાસ, પારિવારિક સમસ્યા, આર્થિક પરિબળ, પિયર પ્રેશર પારિવારિક સંબંધોમાં સમસ્યા વગેરે અનેક બાબતો બાળકોમાં ડીપ્રેશન માટેનું કારણ હોવાનું સંશોધનમાં તારણ છે.

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના જણાવ્યા પ્રમાણે વિશ્વભરમાં 10 થી 20 વર્ષની વયના કિશોર માનસિક સ્વાસ્થ્યથી પીડિત છે. તેમજ 15 થી 19 વર્ષની વયના બાળકોમાં મોત માટે ત્રીજો સૌથી જવાબદાર કારણ એ આત્મહત્યા છે. બાળકોમાં રહેલા તનાવને ઓળખી શકતા નથી ત્યારે તેઓ આત્મહત્યા જેવું પગલું ભરી લેતા હોય છે આ માટે બાળકોની અંદર રહેલા તનાવના લક્ષણોને પ્રાથમિક દ્રષ્ટિએ જ ઓળખવામાં આવે તે હિતાવહ છે.

બાળકોની અંદર તણાવના લક્ષણોની ઓળખ કઈ રીતે કરશો ?

બાળકનો બેન અને અન્ય ચીજ વસ્તુઓમાં થી રસ ઉડી જાય છે, વજનમાં ખૂબ જ ઘટાડો થાય છે, ધ્યાન કેન્દ્રિત કરવામાં મુશ્કેલી થાય છે, પાચનતંત્ર ખરાબ થાય છે, ઊંઘમાં ઘટાડો થાય છે, સામાજિક પ્રવૃત્તિઓમાં રસ ઘટતો જાય છે, બાળક બેચેન રહેવા લાગે છે, સતત થાકેલું કે બેદરકાર વર્તન કરવું, ગુસ્સો કરવો અથવા હિંસા કરવી, બાળક સતત ચિંતા અનુભવે તેવા વિચારો કરે, અથવા આત્મહત્યા વિશેની વાત કરે આ તમામ ગુણો છે જેના દ્વારા તમને તમારા બાળકની અંદર રહેલા તનાવને ઓળખ થઈ જતી હોય છે. આ તણાવ વધી જાય તે પહેલા યથા યોગ્ય સારવાર આપવી જોઈએ અને મનોવૈજ્ઞાનિકની સલાહ લઇ યથાયોગ્ય પગલાં ભરવા જોઇએ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here