ઓફ ફેસબુક એક્ટિવિટી આ નવા ફેસબુક ફીચર નો ઉપીયોગ કઈ રીતે કરવો

0
35

વર્લ્ડ પ્રાઇવસી ડે ના દીસવે વિશ્વ ના સૌથી મોટા સોશિયલ નેટવર્કિંગ વેબસાઈટ દ્વારા એક નવું પ્રાઇવસી ટૂલ લોન્ચ કર્યું છે. જેનું નામ ઓફ ફેસબુક એક્ટિવિટી ટ્રેકટર તુલ રાખવા માં આવ્યું છે. જેની અંદર યુઝર્સ ને એવી જગ્યાઓ ની સૂચિ બતાવવા માં આવે છે કે જેના વિષે ફેસબુક ને ખબર છે કે તમે તે જગ્યા પર જય ચુક્યા છો. અને આ ટ્રેકિંગ ને ઓફ કરવા ની અનુમતિ ફેસબુક દ્વારા આપવા માં આવી રહી છે.

અને આ ટૂલ ના લોન્ચ ની સાથે માર્ક ઝકરબર્ગ દ્વારા જે વાયદો કરવા માં આવ્યો હતો કે તેઓ ક્લીઅર હિસ્ટ્રી ટૂલ બનાવશે તેને પૂરો કરવા માં આવ્યો છે. અને કેમ્બ્રિજ એનાલિટિક સ્કેન્ડલ પેગી ફેસબુક ના સીઈઓ દ્વારા પ્રોમિસ કરવા માં આવ્યું હતું કે તેઓ ક્લીઅર હિસ્ટ્રી ટૂલ ની સાથે આવશે.

કંપની દ્વારા પોતાની ઓફિશિયલ પોસ્ટ ની અંદર જણાવવા માં આવ્યું હતું કે, ઓફ ફેસબુક એક્ટિવિટી એ સમમરી છે એ વાત ની કે તમે કઈ કઈ એપ્સ અથવા જગ્યાઓ પર ગયા છો અને તેની આતમારી વિગત બિઝનેસીસ દ્વારા અમારી સાથે ફેસબુક પિક્સલ અથવા ફેસબુક લોગઇન ની મદદ થી તમારી તે માહિતી ને અમારી સાથે શેર કરવા માં આવે છે.

ફેસબુક દ્વારા તેના વિષે પણ માહિતી આપવા માં આવી હતી કે કઈ રીતે તેલોકો દ્વારા યુઝર્સ એક્ટિવિટી ને મેળવવા માં આવે છે. કંપની દ્વારા જણાવવા માં આવ્યું હતું કે જયારે તમે કોઈ વેબસાઈટ વિઝીટ કરો છો અથવાકોઈ એપ નો ઉપીયોગ કરો છો ત્યારે આ બિઝનેસીસ દ્વારા તમારી એક્ટિવિટી ને અમારા બિઝનેસ ટૂલ દ્વારા જાણી અને અમારી સાથે શેર કરવા માં આવે છે. અને અમે આ માહિતી નો ઉપીયોગ તમારો અનુભવ વધુ પર્સનાલિઝડ બને તેના માટે કરીયે છીએ. જેમ કે તમને વધુ રિલેવન્ટ જાહેરાતો બતાવવી વગેરે. અને તે બિઝનેસીસ કે ઓર્ગેનાઇઝેશન દ્વારા અમારા આ બિઝનેસ ટૂલ નો ઉપીયોગ કરતા પહેલા ગ્રાહકો ને નોટિસ પણ મોકલવા માં આવતી હોઈ છે.

તો જો તમે પણ વિચારી રહ્યા હો કે ફેસબુક દ્વારા લોન્ચ કરવા માં આવેલ આ નવા ટૂલ નો ઉપીયોગ કઈ રીતે કરવો તો તેના માટે અમે તમને થોડી મદદ કરી શ્કીયે છીએ. નીચે જણાવેલ સ્ટેપ્સ ને તમારી પ્રાઇવસી સેટિંગ્સ ની અંદર અનુસરો.

– સૌથી પેહલા ફેસબુક સેટિંગ્સ ની અંદર જય અને યોર ફેસબુક ઇન્ફોર્મેશન ને પસન્દ કરો.

– ત્યાર બાદ મેનુ માંથી ઓફ ફેસબુક એક્ટિવિટી ના વિકલ્પ ને પસન્દ કરો.

– ત્યાર બાદ તમારી સ્ક્રીન પર અમુક માહિતી આપવા માં આવશે જેની અંદર ફેસબુક તમને જણાવશે કે કઈ રીતે તમારી નેટવર્ક ની બહાર ફેસબુક દ્વારા તમારી એક્ટિવિટી ને ટ્રેક કરવા માં આવી રહી છે.

– હવે તમે કેટલીક વેબસાઇટ્સ અને એપ્લિકેશન્સના પૂર્વાવલોકન સાથેનું બેનર જોશો જેનો ઉપયોગ ફેસબુક જાણે છે કે તમે ઉપયોગ કર્યો છે. સંસાધનોની સંપૂર્ણ સૂચિ જોવા માટે તમે હવે એપ્લિકેશન આયકન્સ પર ક્લિક કરી શકો છો.

– પછી એપ્લિકેશનોની સંપૂર્ણ સૂચિ તૃતીય પક્ષ સહિત તમારી સ્ક્રીન પર દેખાશે, જેમણે છેલ્લા 180 દિવસમાં ફેસબુક સાથે તમારી પ્રવૃત્તિ શેર કરી છે. હવે તમે ‘ક્લિયર ઇતિહાસ’ વિકલ્પ પર ક્લિક કરી શકો છો જે ફેસબુક પર સંગ્રહિત માહિતીને ડીલીટ કરી નાખશે.

– જમણી બાજુ મેનુ માં જણાવેલ મેનેજ યોર ઓફ ફેસબુક એક્ટિવિટી ના વિકલ્પ ની મદદ થી તમે તેને ઓફ પણ કરી શકો છો.

– ટ્રેકર સ્વિચ કરવું ફેસબુકને તમારી ભાવિ પ્રવૃત્તિ બચાવવાથી રોકે છે. પરંતુ તે તૃતીય પક્ષોને તમારી માહિતી ફેસબુક પર મોકલતા અટકાવશે નહીં.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here