તમારા પર 2050 સુધી કેવો રહેશે શનિનો પ્રભાવ, જાણો શાસ્ત્ર શું કહે છે.

0
10

શનિદેવ 24 જાન્યુઆરી 2020થી 30 વર્ષ બાદ પોતાની સ્વરાશિ એટલે કે મકર રાશિમાં આવી ગયા છે. શનિ ખુબજ ધીમી ગતિએ ચાલે છે. શનિ એક રાશિમાં લગભગ અઢી વર્ષ સુધી રહે છે. શનિનું આ રાશિ પરિવર્તન થવાથી સાડાસાતીનો આરંભ થાય છે.

શનિ એક રાશિમાં અઢી વર્ષ સુધી રહેશે તો તમામ 12 રાશિઓ પર આવતા તેને 30 વર્ષનો સમય લાગશે. શનિ મકર રાશિમાં ગોચર કરશે અને ફરી મકર રાશિમાં આવશે તો 30 વર્ષનો સમય લેશે.
શનિના રાશિ પરિર્તનનું ગણિત
એક રાશિમાં અઢી વર્ષ
12 રાશિ એટલે 30 વર્ષ.
શનિ કોઈ પણ રાશિમાં ગોચર કરે તેની 7 રાશિ પર અસર થાય છે. 3 રાશિઓ પર શનિની સાડાસાતી થાય છે. 2 રાશિ પર ઢૈય્યા લાગે છે અને 2 રાશિ પર શનિની નજર રહે છે. શનિ ગ્રહ એક રાશિમાં મંદ ચા4લથી કોઈના જીવનમાં 2 કે 3 વખત સાડા સાતી લગાવી શકે છે.

શનિની સાડા સાતી
જ્યારે શનિનું ગોચર કોઈ રાશિમાં થાય છથે અને શનિ આ રાશિમાં અઢી વર્ષ સુધી રહે છે. અઢી વર્ષ પછી શનિનું રાશિ પરિવર્તન બીજી રાશિમાં થાય છે. જ્યોતિષ ગણતરી અનુસાર ચંદ્ર રાશિ જ્યારે શનિના 12માં ભાવમાં પહેલા ભાવમાં, દ્વિતિય ભાવથી નીકળે તેને સાડાસાતી કહે છે.

શનિ જે રાશિમાં ગોચર કરે છે રાશિ ક્રમ અનુસાર તે રાશિની આગળની અને પાછળની રાશિ પર અસર પડે છે. આ રીતે શનિ એક રાશિમાં સાડા સાત વર્ષ રહે છે. આ સાડા સાત વર્ષ શનિની સાડાસાતી કહે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here