કેવી જશે આપની 15/03/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

0
12

મેષ

બેરોજગાર લોકો માટે સારો દિવસ હોઈ શકે છે. કેરિયરમાં આગળ વધવાની તક મળી શકે છે. તમને કોન્ફિડન્સના કારણે જોખમભર્યા કામોમાં સફળતા મળી શકે છે. પૈસા અને બિઝનેસના મામલાઓ પર ધ્યાન આપવું પડશે. કેરિયરમાં આગળ વધવાની તક મળી શકે છે. સામાજિક સન્માન વધી શકે છે. કૌટુંબિક સંબંધોમાં સુધારના યોગ છે. સ્વાસ્થ્ય પર ધ્યાન આપો. ખર્ચા વધી શકે છે.

વૃષભ 

ઓફિસમાં ખુબ કામકાજ રહેશે. કેટલાક લોકો તમારી પાસેથી કામ કઢાવવાની કોશિશ કરી શકે છે. સાવધાન રહો. માનસિક ભટકાવના કારણે કામ પર ધ્યાન આપવામાં મુશ્કેલી પડશે. વધુ ન વિચારો. તમારી મનની વાત પાર્ટનરથી બિલકુલ ન છૂપાવો. શારીરિક રીતે વધુ નહીં પરંતુ મામુલી પરેશાનીઓ જરૂર રહેશે.

મિથુન

બિઝનેસ અને નોકરીમાં કૌટુંબિક સહયોગ મળશે. કાર્યસ્થળ પર સમજી વિચારીને બોલો. ઉન્નતિના રસ્તા ખુલશે. બિઝનેસમાં ફાયદો થવાના યોગ છે. ઘરમાં ઉપયોગ થનારી વસ્તુઓ ખરીદી શકો છો. તમારો દ્રષ્ટિકોણ સકારાત્મક રાખો. વિશ્વસનીય વ્યક્તિનો સહયોગ મળી શકે છે. તમારા પાર્ટનરનો મૂડ સંવેદનશીલ રહેશે. તમારી ભાવનાઓનું સન્માન થશે. તમારા સ્વાસ્થ્ય પર ખાસ ધ્યાન રાખજો.

કર્ક

નવા બિઝનેસ તરફ આકર્ષિત થશો. નોકરીમાં બદલાવના યોગ છે. આવક વધી શકે છે. કોઈ જૂની યોજના અચાનક યાદ આવી શકે છે અને તમે તેના પર કામ કરવાની પણ કોશિશ કરશો. વ્યવહારકુશળતાથી તમને અધિકારીઓનું સન્માન મળી શકે છે. સ્વાસ્થ્યમાં સુધારો થઈ શકે છે. જૂના રોગ દૂર થશે. કઈંક નવું કરવાની ઈચ્છા પણ થશે.

સિંહ

કોઈ વ્યક્તિ સાથે સંબંધ સુધરવાના યોગ છે. આત્મવિશ્વાસથી કામ કરો. કોઈ કામની જીદ ન કરો. આદત સુધારવાની કોશિશ કરો. તમારા માટે દિવસ સારો રહેશે. લોકો પ્રત્યે મિત્રતાભર્યો વ્યવહાર રહેશે. કરેલા રોકાણથી ફાયદો થઈ શકે છે.

કન્યા

નોકરી કે બિઝનેસના મામલે નિર્ણયો ભાવનાઓમાં આવીને ન લો. વિવાદોનો સામનો કરવો પડી શકે છે. કોઈ જૂના વિવાદ સામે આવી શકે છે. કૌટુંબિક સમસ્યાઓ રહેશે. માનસિક સમસ્યાઓ વધી શકે છે. નીકટના સંબંધોમાં અચાનક ઉલટફેર થવાના યોગ છે. જેનાથી થોડા પરેશાન થશો. વાહનનો ઉપયોગ સાવધાનીથી કરો.

તુલા

વિચારેલા કામો પૂરા કરવાનું શરૂ કરો. ફાયદો થશે. સારું મહેસૂસ કરશો. સામૂહિક અને સામાજિક કામ માટે દિવસ સારો છે. કોઈ રોકાણની યોજના બનશે. ધનલાભ થઈ શકે છે. ઉધારી પાછી મળી શકે છે. કાર્યક્ષેત્રે લેવાયેલા નિર્ણયો મોટો ફાયદો કરાવશે.

વૃશ્વિક

કેટલીક એવી વાતો સામે આવશે જે ભવિષ્યમાં ફાયદો કરાવશે. કપરા મામલાને ઉકેલવા માટે સારો દિવસ. કાર્યક્ષેત્રે જાણીતા લોકો મદદ કરશે. નવી ડીલ ફાયદો કરાવશે. ભાગ્યના સાથથી અટવાયેલા પૈસા પાછા મળશે.

ધન

નોકરી, કેરિયર અને પૈસા મામલે સારો દિવસ છે. નવી નોકરી કે પ્રમોશનની કોશિશમાં હોવ તો પૂરી થશે. ઉત્સુકતા ચરમસીમાએ રહેશે. કાર્યક્ષેત્રે લોકો તમારાથી સહમત થશે. લોકો મદદ માટે તૈયાર રહેશે.

મકર 

મહત્વપૂર્ણ કામ કરશો. જે મોટો ફાયદો કરાવશે. જૂનું કામ પૂરું થયા બાદ ફાયદો થશે. નવું કામ શરૂ કરવાની જગ્યાએ જૂના કામ પૂરા કરવા પર ધ્યાન આપો. બીજાથી આગળ નિકળવાની ઈચ્છા વધશે.

કુંભ

મજબુતી અને ધૈર્યથી કામ લેશો. જમીન સંપત્તિના કામથી લાભ થશે. રોજબરોજના કામ વધુ રહેશે. થોડા સમયમાં બધુ ઠીક થશે. ધૈર્ય રાખો. આગળ વધવા માટે કઈંક નવું શીખવું પડશે.

મીન

આજે તમે તમારી વાણી પર સંયમ રાખો. અનિયમિત દિનચર્યાના કારણે આળસ અને થાક થઈ શકે છે. કેટલાક નાના કામોમાં પરેશાનીઓ રહેશે. આવક મુજબ જ ખર્ચો કરો તો સારું રહેશે., તમારા આત્મવિશ્વાસને નિયંત્રણમાં રાખવો પડશે. કોઈ વાત પર બેચેની થશે. જોશમાં આવીને નવું રોકાણ ન કરો. કામકાજમાં પરેશાની વધી શકે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here