કેવી રહેશે આપની 15/08/2019, વાંચો આજનું રાશિ ભવિષ્ય

0
45

મેષ (અ,લ,ઇ) : તમારા કાર્યક્ષેત્રે ગોટાળાજનક પરિસ્થિતિ હોય તેને સરખું કરતા સાંજ થાય પણ દરેક કાર્ય સરળતાથી પુરા થાય.

વૃષભ (બ,વ,ઉ) : તમારા કામકાજની પરિસ્થિતિ વણસતી જાય તેથી માનસિક ચિંતામાં વધારો ને તબિયત નબળી બને.

મિથુન (ક,છ,ઘ) : તમારા કાર્યક્ષેત્રે બહારગામથી સારા નફાકારક ઓર્ડરો આવે પણ બપોરથી ઓચિંતી ઉપાધીના ભોગ બનો.

કર્ક (ડ,હ) : તમારા પરિવારમાં મહેમાનની પથરામણી થાય. બપોરથી પિકનિક સમો પ્રોગ્રામ થાય સાથે આનંદ માણો.

સિંહ (મ,ટ) :  તમારું મન ભટક્યા કરતા કોઇ નિર્ણય પર પહોંચ્યો નથી. બપોરથી કાર્ય પુરા કરવામાં વ્યસ્ત રહો. પણ ખર્ચ વધે.

કન્યા (પ,ઠ,ણ) : તમારા સ્વજનો તમારો ગેલાભ લેતા વિખવાદ થાય. બપોરથી કાર્યક્ષેત્રે નિરસતા પ્રવર્તે. અસફળતા અનુભવો.

તુલા (ર,ત) : તમારા કાર્યક્ષેત્રે સફળતા મળતા આત્મવિશ્વાસ વધે. બપોરથી ઓચિંતુ સંકટ ઉભું થતાં કસોટીમય સમય જાય.

વૃશ્વિક (ન,ય) : તમારા મનમાં નકારાત્મક વિચારો કબજો લે. બપોરથી તેને ખંખેરી કાર્ય પુરા કરવા મથો. તમારી ક્ષમતા બહાર આવે.

ધન (ભ,ધ,ફ) : તમારા કાર્યક્ષેત્રે હળવાશ ને શાંતિ અનુભવો. બપોરથી કુટુંબનું વાતાવરણ કલુષિત બને. તકરાર થાય.

મકર (ખ,જ) : તમે સારા નરસાનો વિવેક ચુકી જતાં નિંદાને પાત્ર બનો. બપોરથી આવક વધારવાના પ્રયાસોમાં સફળતા મળે.

કુંભ (ગ,શ,સ) : તમારા કાર્યક્ષેત્રે આવકના સ્ત્રોતમાં વધારો થાય પણ બપોરથી શત્રુઓની પરેશાન વધે. ધનખર્ચ થાય.

મીન (દ,ચ,ઝ,થ) : તમારી કાર્‌ કરવાની પદ્ધતિને દુર્રદેશીને કારણે અનેક જગ્યાએથી આર્થિક લાભ મેળવો. આનંદ પ્રવર્તે.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here