Friday, December 3, 2021
Homeકોરાના ઈન્ડિયા : કુલ 8.78 લાખ કેસ, આજે 9 લાખને વટાવી શકે...
Array

કોરાના ઈન્ડિયા : કુલ 8.78 લાખ કેસ, આજે 9 લાખને વટાવી શકે છે આંકડો, જોકે 5.5 લાખથી વધુ દર્દીઓ સાજા થયા

નવી દિલ્હી. દેશમાં કોરોનાવાઈરસનું સંક્રમણ ઝડપથ વધી રહ્યું છે. કુલ કેસોની સંખ્યા 8 લાખ 78 હજા થઈ ગઈ છે. આજે તે 9 લાખને પાર જાય તેવી શકયતા છે. જોકે રાહતના સમાચાર એ છે કે 5.5 લાખથી વધુ દર્દીઓ સાજા પણ થઈ ચૂક્યા છે. 3 લાખ 1 હજારથી વધુ લોકોની હોસ્પિટલ, હોમ આઈસોલેશન કે કોવિડ કેર સેન્ટરમાં સારવાર ચાલી રહી છે. આ આંકડો  covid19india.org મુજબનો છે.

દેશમાં છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ 29 હજાર 105 કોરોના પોઝિટિવ કેસ મળ્યા છે. 18 હજાર 139 દર્દીઓ સાજા થયા છે. 500 સંક્રમિતોના મોત થયા છે. રવિવારે સૌથી વધુ 7827 પોઝિટિવ કેસ મહારાષ્ટ્રમાં વધ્યા. 4244 કેસની સાથે બીજા નંબર પર તમિલનાડુ છે. અહીં સૌથી વધુ 3617 દર્દી સાજા થયા છે.

5 રાજ્યોની સ્થિતિ

મધ્યપ્રદેશઃરાજ્યમાં 24 કલાકમાં 431 લોકોનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. અહીં સંક્રમિતોની સંખ્યા 17,632 થઈ છે. ભોપાલમાં રવિવારે 95 દર્દીઓ મળ્યા છે. શહેરમાં વધતા કેસોને જોતા ફરીથી સંપૂર્ણ લોકડાઉનની તૈયારી કરવામાં આવી રહી છે. આ અંગે પ્રશાસનની એક-બે દિવસમાં બેઠક થાય તેવી શકયતા છે.

મહારાષ્ટ્ર:છેલ્લા 24 કલાકમાં કોરોનાના 7827 નવા કેસ પ્રકાશમાં આવ્યા છે અને મોતની સંખ્યા 173 થઈ છે. મુંબઈમાં કોરોનાના 1263 કેસ પ્રકાશમાં આવ્યા છે, 1441 સાજા થયા છે અને 44ના મોત થયા છે. અહીં વિધાનસભાના 18 કર્મચારીઓ પોઝિટિવ મળ્યા છે. બીજી તરફ રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારી પોતે આઈસોલેટ થયા છે.

ઉતરપ્રદેશ:રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 1388 નવા દર્દીઓ મળ્યા છે. શનિવારે રાજ્યમાં નવા 1403 દર્દીઓ મળ્યા હતા. આ મહિનામાં માત્ર 12 દિવસમાં જ 13172 નવા દર્દીઓ મળ્યા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 23334 સંક્રમિત મળ્યા છે.

રાજસ્થાન:રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 644 નવા સંક્રમિતો પ્રકાશમાં આવ્યા છે. અહીં 7 લોકોના મોત થયા છે. રાજસ્થાનમાં આ મહીને કોરાનાના મામલાઓ ઝડપથી વધી રહ્યાં છે અને રોજ સરેરાશ 400થી 500 મામલાઓ પ્રકાશમાં આવી રહ્યાં છે. અહીં સૌથી વધુ 970 સક્રિય કેસ જોધપુરમાં છે. જ્યારે સૌથી વધુ 3911 કેસ જયપુરમાં પ્રકાશમાં આવ્યા છે. સૌથી વધુ 173 મોત જયપુરમાં થયા છે.

બિહાર:રાજ્યમાં પ્રથમ વખત એક દિવસમાં 1266 કોરોના પોઝિટિવ મળ્યા છે. તેમાં નાયબ મુખ્યમંત્રી સુશીલ કુમાર મોદીના સરકારી આવાસના ગાર્ડ સહિત 3 કર્મચારીઓ અને પટના હાઈકોર્ટના 19 સરક્ષા કર્મચારીઓ પણ સામેલ છે. 7 સંક્રમિતોના મોત થયા છે. 962 લોકો સાજા થયા છે. અત્યાર સુધીમાં કુલ 11 હજાર 953 લોકો આ બીમારીને હરાવીને સાજા થયા છે. હાલ 4226 એક્ટિવ કેસ છે.

 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments