Saturday, July 20, 2024
HomeબોલીવૂડBOLLYWOOD: 2024ના પહેલા છ માસમાં હૃતિક-દીપિકાની ફાઈટર ટોપ પર

BOLLYWOOD: 2024ના પહેલા છ માસમાં હૃતિક-દીપિકાની ફાઈટર ટોપ પર

- Advertisement -

બોલીવૂડની કમાણીમાં ગયાં વર્ષની સરખામણીએ આ વર્ષના પહેલા છ માસમાં ૨૦ ટકાનો ઘટાડો થયો છે. ગયાં વર્ષે બોલીવૂડે પહેલા છ માસમાં ૧૪૫૦ કરોડની કમાણી કરી હતી તે આ વખતે ઘટીને ૧૦૮૧ કરોડ થઈ છે. આ છ માસમાં હૃતિક રોશન તથા દીપિકા પાદુકોણની ‘ફાઈટર’ ફિલ્મ કમાણીની રીતે સૌથી ટોચ પર રહી છે. ‘ફાઈટર’ ફિલ્મની કમાણી ૨૦૧ કરોડ રહી હતી. જોકે, ટ્રેડ નિષ્ણાતોનું માનવું છે કે ‘ફાઈટર’ ભલે કમાણીની રીતે ટોચ પર રહી હોય તો પણ હૃતિક અને દીપિકા જેવા કલાકારો અને સિદ્ધાર્થ આનંદ જેવા સર્જક છતાં પણ ફિલ્મની કમાણી ધાર્યા કરતાં બહુ નિરાશાજનક રહી છે.

આ વર્ષના પહેલા છ માસમાં કૃતિ સેનનન અને શાહિદ કપૂરની ‘તેરી બાતો મેં ઐસે ઉલઝા જિયા’ સરપ્રાઈઝ હિટ સાબિત થઈ હતી. તેને ૮૪ કરોડની કમાણી થઈ હતી. તેવી જ બીજી એક સરપ્રાઈઝ હિટ યામી ગૌતમની ‘આર્ટિકલ ૩૭૦’ સાબિત થઈ હતી. આ ફિલ્મને ૭૭ કરોડની કમાણી થઈ હતી. આ  અર્ધવાર્ષિક સમયગાળામાં મોટાપાયે હિટ થયેલી અન્ય ફિલ્મોમાં અજય દેવગણની ‘શૈતાન’ તથા શર્વરી વાઘ સહિતના કલાકારોની ‘મુંજિયા’ અને તબુ, કરીના કપૂર તથા કૃતિ સેનનની ‘ક્રૂ’ સહિતની ફિલ્મોનો સમાવેશ થાય છે. આ સમયગાળાની સૌથી મોટી  ફલોપ ફિલ્મ અક્ષય કુમાર અને ટાઈગર શ્રોફ ‘બડે મિયાં છોટે મિયાં’ રહી હતી. આ ફિલ્મ ૩૦૦ કરોડના બજેટ સામે માંડ ૫૯ કરોડ કમાઈ શકી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular