રીતિક VS કંગના ઈમેલ કેસ : મુંબઈ ક્રાઈમ બ્રાંચ રીતિક રોશનને સમન્સ પાઠવશે.

0
12

મુંબઈ ક્રાઈમ બ્રાંચની ‘ક્રાઈમ ઈન્ટેલિજન્સ યુનિટ’ (CIU) રીતિક રોશનને ટૂંક સમયમાં સમન્સ પાઠવશે. CIU રીતિકને આ સમન્સ કંગના રનૌત સાથે જોડાયેલા ઈમેલ કેસના સંદર્ભમાં મોકલવાની તૈયારી કરી રહ્યું છે. આ વાતની માહિતી CIU સાથે જોડાયેલા સૂત્રોએ આપી હતી. રીતિક તથા કંગના વચ્ચે ચાલતા આ પાંચ વર્ષ જૂના કેસને ડિસેમ્બર, 2020માં CIUને ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો. આ પહેલાં કેસની તપાસ સાયબર પોલીસ કરતી હતી.

આ અઠવાડિયે રીતિકનું નિવેદન નોંધવામાં આવશે
CIU સાથે જોડાયેલા સૂત્રોના મતે, રીતિકને આ અઠવાડિયે ક્રાઈમ બ્રાંચની ઓફિસ બોલાવવામાં આવશે અને તેનું નિવેદન લેવાશે. રીતિક બાદ કંગનાનું નિવેદન પણ લેવામાં આવશે. 2016માં રીતિકે કંગના વિરુદ્ધ FIR કરી હતી અને કહ્યું હતું કે કંગનાના અકાઉન્ટમાંથી 100થી વધુ ઈમેલ તેને કરવામાં આવ્યા હતા.

શું છે કંગના-રીતિકનો પૂરો કેસ?

રીતિકની FIR પ્રમાણે, તેને 2013થી 2014 સુધી અનેક ઈમેલ મળ્યા હતા. ત્યારબાદ 2016માં તેણે સાયબર સેલમાં ફરિયાદ કરી હતી. આ તમામ મેલ કંગનાના IDથી મોકલવામાં આવ્યા હતા. જોકે, રીતિક તરફથી આ કેસ કોઈ અજાણી વ્યક્તિ વિરુદ્ધ કરવામાં આવ્યો હતો. આ કેસ IPC r/w 66 C અને Dની કલમ 419 હેઠળ કરવામાં આવ્યો હતો. એક અહેવાલ પ્રમાણે, સીનિયર એડવોકેટ મહેશ જેઠમલાણીએ મુંબઈ પોલીસ કમિશ્નર પરમબીર સિંહને પત્ર લખીને ડિમાન્ડ કરી હતી કે આ કેસની તપાસમાં હજી સુધી કંઈ પ્રોસેસ થઈ નથી. ત્યારે કમિશ્નરે કેસ સાયબર સેલમાંથી CIUને ટ્રાન્સફર કરી દીધો હતો.

પત્રમાં શું કહેવામાં આવ્યું હતું?

  • રીતિક તરફથી લખવામાં આવેલા પત્રમાં કહેવામાં આવ્યું હતું કે અજાણી વ્યક્તિ વિરુદ્ધ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં 23 મે, 2016ના રોજ FIR કરવામાં આવી હતી.
  • ક્લાયન્ટે તમામ ઈલેક્ટ્રોનિક ઉપકરણો તપાસ માટે આપ્યા હતા. જોકે, આદેશ હોવા છતાંય લેપટોપ તથા ફોન પરત કરવામાં આવ્યો નહોતો.
  • અમારા ક્લાયન્ટે સાત એપ્રિલ, 2017ના રોજ એક ફરિયાદ સાયબર ક્રાઈમમાં કરી હતી. આ ફરિયાદમાં તેમની સાથે થયેલા હેરેસમેન્ટ અંગે કહેવામાં આવ્યું હતું.
  • તેમણે તમામ ઈમેલ, પાસપોર્ટ તથા પ્રાથમિક દસ્તાવેજો આપ્યા હતા. અમારા ક્લાયન્ટે તમામ ટોપ પોલીસ અધિકારીઓને પોતાની તથા પરિવારની સાથે થયેલા ટ્રોમા અંગે જણાવ્યું હતું.
  • સમય પર તપાસ કરવાની વિનંતી કરવામાં આવી હતી. જોકે, આજ સુધી કોઈ પ્રોગ્રેસ થઈ નથી. કેસ હજી પણ પેન્ડિંગ છે. જલદીથી તપાસ પૂરી કરવાની વિનંતી કરે છે.

જાવેદ અખ્તર પર આક્ષેપ મુક્યો હતો

કંગનાએ એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે રીતિક સાથે થયેલા વિવાદ બાદ જાવેદ અખ્તરે તેને પોતાના ઘરે બોલાવી હતી. જાવેદે કહ્યું હતું કે તે રીતિકની માફી માગી લે નહીંતર સુસાઈડ કરવું પડશે. એક્ટ્રેસે કરન જોહર, જાવેદ અખ્તર તથા મહેશ ભટ્ટ જેવી અનેક હસ્તીઓને બોલિવૂડની સુસાઈડ ગેંગ કહી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here