દહેગામ : સરકારે છૂટછાટ આપતા લોકોની ભારે ભીડ, શાકભાજી ની લારીઓ વાળા નથી કરતા નીતિ નિયમોનું પાલન,

0
42

 

ગાંધીનગર : દહેગામ શહેરમાં આજે સવારથી શહેરમાં લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે અને શહેરની કેટલીક દુકાનો ખોલવાની સરકારી પરવાનગી આપી છે પરંતુ દહેગામ શહેરમાં કેટલીક દુકાનો ખૂલી જવા પામી છે. તેમાં સવારથી શાકભાજીની લારીઓ વાળા મુખ્ય માર્ગની સાઇડમાં લોકોના ટોળે ટોળા ઉભા રાખીને વેપલો કરતા નજરે પડી રહ્યા છે. આ લોકોને પ્રથમ તો માસ્ક બાંધેલું નજરે પડતું નથી અને શાકભાજીની લારીઓ પર લોકોના ટોળેટોળા જોતા કોરોનાને આમંત્રણ વધુ મળે તેવી પરિસ્થિતિનું નિર્માણ થવા પામી છે.

 

 

સરકારના નીતિ નિયમોને નેવે મૂકીને આ શાકભાજીના લારીઓવાળા પોતાનો વેપલો કરતા હોવાથી લોકોના ભવિષ્ય સાથે ચેડા થાય તેવી પરિસ્થિતિ નિર્માણ થવા પામી છે. તો સરકારી તંત્ર આ બાબતે તકેદારીના પગલાં ભરવા જોઇએ પોલીસ તંત્ર લારીઓવાળા ને હટાવે છે પરંતુ આ લારીઓવાળા થોડીવાર પછી પાછા આવી જતા હોય છે તેથી સરકારે જે છૂટછાટ આપી છે તેનું પરિણામ ખરાબ આવે તેવું દેખાઇ રહ્યું છે.

 

રિપોર્ટર : અગર સિંહ ચૌહાણ, CN24NEWS, દહેગામ, ગાંધીનગર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here