નાગિન-5માં આવ્યો જોરદાર ટ્વિસ્ટ, સ્વિમિંગ પુલમાં ચીલ અને નાગિન એકમેકમાં ખોવાઈ ગયા

0
0

એકતા કપૂરની સુપરહિટ સુપર નેચરલ ડ્રામા નાગિન-5માં જોરદાર વળાંક આવી રહ્યો છે. સુરભી ચંદના, મોહિત સેહગલ અને શરદ મલ્હોત્રા અભિનીત આ સિરિયલના આગામી એપિસોડમાં આવુ જ કાંઇક બનવા જઈ રહ્યું છે. તેનાથી આખી વાર્તા જ બદલાઈ જશે. તાજેતરમાં જ સુરભીએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક ફોટો શેર કર્યો છે. જેમાં સ્વિમિંગ પુલમાં ચીલ અને નાગિન એકબીજામાં ખોવાઈ ગયેલા જોવા મળે છે.

સુરભીએ શેર કર્યો નાગિન-5નો આ ફોટો

સુરભીએ કેપ્શનમાં લખ્યું છે કે નાગિન-5માં જેમ જેમ સપ્તાહ પસાર થઈ રહ્યા છે તેમ તેમ ચીલ અને નાગિન નજીક આવતા જાય છે. આવનારા એપિસોડમાં જોતા રહો કે શું ચીલ અને નાગિન એક થઈ શકશે.

https://www.instagram.com/p/CFOoMd_HiPV/?utm_source=ig_embed

વાયરલ ફોટોની વાત કરીએ તો નાગિન અને ચીલ રોમેન્ટિક અંદાઝમાં દેખાય છે. સોશિયલ મીડિયા પર આ ફોટો પસંદ કરવામાં આવી રહ્યો છે. થોડા જ કલાકમાં આ ફોટોને 1.26 લાખ લાઇક્સ મળી ગઈ હતી.નાગિન-5માં હવે હિના ખાનની જગ્યા સુરભી ચંદનાએ લઈ લીધી છે. હિના ખાને આ શો માં ત્રણ એપિસોડ શૂટિંગ કર્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here