હ્યુમન એરર : હેલ્થ વર્કરે 23 વર્ષીય યુવતીને ભૂલથી એકસાથે ફાઈઝર વેક્સિનના 6 ડોઝ આપ્યા

0
4

કોરોનાવાઈરસ મહામારીને નાથવા હાલ દુનિયાભરમાં વેક્સિનેશન જોરશોરથી થઇ રહ્યું છે. દરેક દેશે એજ ગ્રુપ બનાવીને વેક્સિનેશન શરુ કરી દીધું છે. હાલ માર્કેટમાં અવેલેબલ વેક્સિનના બે ડોઝ લોકોને આપવામાં આવે છે, પણ ઇટાલીમાં એક હેલ્થ વર્કરે ભૂલથી 23 વર્ષની યુવતીને એકસાથે 6 ડોઝ આપી દીધા. બાયોએનટેક(BioNTech)ની ફાઈઝર વેક્સિનનાં આટલા બધા ડોઝ આપી દીધા પછી દર્દીને 24 કલાક માટે હોસ્પિટલમાં મેડિકલ દેખરેખ હેઠળ રાખી હતી. તેની તબિયત સ્વસ્થ થતા 24 કલાક પછી રજા આપવામાં આવી.

આ ઘટના રવિવારની છે. સેન્ટ્રલ ઇટલીમાં આવેલા ટસ્કનીની નોઆ હોસ્પિટલમાં વેક્સિન આપતા હેલ્થ વર્કરની ભૂલને લીધે યુવતીના શરીરમાં એકસાથે 6 ડોઝ વેક્સિનના જતા રહ્યા. હોસ્પિટલની સ્પોક્સપર્સન ડેનિલિયા જિયાનેલીએ ન્યૂઝ એજન્સીને જણાવ્યું, હાલ પેશન્ટની તબિયત એકદમ સારી છે. 24 કલાકમાં તેની બોડીમાં કોઈ આડઅસર જોવા મળી નથી. અમે હોસ્પિટલમાં 24 કલાક સુધી સ્ટ્રીક્ટ ઓબ્ઝર્વેશનમાં રાખ્યા પછી સોમવારે તેને રજા આપી છે.

ડેનિલિયાએ કહ્યું, હેલ્થ વર્કરે આ ભૂલ જાણી જોઇને કરી નથી. તેણે ભૂલથી સિરિન્જ વેક્સિનની આખી બોટલથી ભરી. આ બોટલમાં ટોટલ 6 ડોઝ હતા. વેક્સિન આપ્યા પછી તેણે 5 ખાલી સિરિન્જ જોઈ ત્યારે ખબર પોતાની ભૂલ ખબર પડી. હ્યુમન એરરને લીધે આ ઘટના થઇ હતી. જો કે, હેલ્થ વર્કરે માફી પણ માગી.

23 વર્ષીય યુવતી હોસ્પિટલના સાયકોલોજી ડીપાર્ટમેન્ટમાં ઇન્ટર્ન છે. હાલ ભલે તેને હોસ્પિટલમાંથી રજા આપી દીધી પણ હજુ ડૉક્ટર તેની ઈમ્યુન સિસ્ટમ પર નજર રાખી રહ્યા છે. એકસાથે આટલા બધા ડોઝ આપતા તેની બોડી કેવી રીતે રિએક્ટ કરે છે તે જાણવાનો પ્રયત્ન કરી રહ્યા છે.

એપ્રિલ મહિનાની શરુઆતમાં જ ઈટલીની સરકારે દરેક હેલ્થકેર વર્કર્સ અને ફાર્મસી વર્કર્સ માટે વેક્સિનેશન ફરજીયાત કર્યું હતું. દેશમાં અત્યાર સુધી 41 લાખ કોરોનાનાં કેસ આવી ગયા છે તેમાંથી 34 લાખ લોકો સાજા થયા છે. હાલ અહીંયા રોજના આશરે 7000 પોઝિટિવ કેસ આવે છે. ઘણા મહિનાઓ પછી ઈટલીમાં કેસમાં ઘટાડો થયો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here