હ્યુમન ટ્રાફિકિંગ નેટવર્કનો પર્દાફાશ:ઝારખંડની 6 સગીર સહિત 30 યુવતીને પલસાણાની ઝીંગા ફેક્ટરીમાંથી પોલીસે છોડાવી

0
0
  • નવસારી અને સુરત પોલીસની ટીમનું સંયુક્ત ઓપરેશન
  • ઝારખંડથી લાવનાર મહિલા મંજુબેનની અટકાયત કરાઈ
  • ઝારખંડથી ગુજરાત સુધી હ્યુમન ટ્રાફિકિંગનું નેટવર્ક ભેદતી પોલીસ
ઝીંગા ફેક્ટરીમાં યુવતીઓને સિલાઈ કામ શીખવાડવાના નામે લાવવામાં આવી હતી

સીએન 24 સમાચાર

શહેરના પલસાણા પોલીસ સ્ટેશનની હદમાં નવસારી પોલીસ અને સુરત પોલીસની કાર્યવાહીથી હ્યુમન ટ્રાફિકિંગનો પર્દાફાશ થયો છે. પલસાણાના માખીનગા ગામની ઝીંગા ફેક્ટરીમાંથી સગીર વયની 6 અને પુખ્તવયની 24 યુવતી મળી કુલ ઝારખંડની 30 યુવતીઓને મુક્ત કરાવવામાં આવી છે

તમામ યુવતીને સુરત નારી સ્વરક્ષણ ગૃહમાં ખસેડવામાં આવી
નવસારી પોલીસ અને સુરત પોલીસની કાર્યવાહીથી હ્યુમન ટ્રાફિકિંગ નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. પલસાણાના માખીનગા ગામની ઝીંગા ફેક્ટરીમાં ઝારખંડથી યુવતીઓને લાવી કામ કરાવવામાં આવતું હોવાની જાણ થઈ હતી. જેથી નવસારી અને સુરત પોલીસ દ્વારા ફેક્ટરીમાંથી સગીર વયની 6 અને પુખ્તવયની 24 યુવતી મળી કુલ ઝારખંડની 30 યુવતીઓને મુક્ત કરાવવામાં આવી છે. હાલ તમામ યુવતીને સુરત નારી સ્વરક્ષણ ગૃહમાં ખસેડવામાં આવી છે.

પોલીસે ઝારખંડની યુવતીઓને લાવનાર મંજુબેન નામની મહિલાની અટકાયત કરી
પોલીસે ઝારખંડની યુવતીઓને લાવનાર મંજુબેન નામની મહિલાની અટકાયત કરી

એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ એક્ટ હેઠળ ગુનો પણ નોંધાયો
પોલીસના જણાવ્યા પ્રમાણે, એક મહિના પહેલા ઝારખંડથી યુવતીઓને સિલાઈ કામ શીખવાડના બહાને મંજુબેન નામની મહિલા પલસાણાના માખીનગા ગામની ઝીંગા ફેક્ટરીમાં લઈ આવી હતી. છેલ્લા એક મહિનાથી યુવતીઓ પાસે કામ કરાવવામાં આવતું હતું. પોલીસે હ્યુમન ટ્રાફિકિંગ મામલે મંજુબેનની અટકાયત કરી છે. આ સાથે ઝારખંડના રાંચી જિલ્લામાં મહિલા વિરુદ્ધ એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ એક્ટ હેઠળ ગુનો પણ નોંધાયો છે.

તમામ યુવતીઓને સુરક્ષિત છોડાવી
રૂપલ સોલંકી (ડિવાયએસપી-બારડોલી)એ જણાવ્યું હતું કે, પલસાણા ખાતે લવાયેલ 30 જેટલી યુવતીઓને હ્યુમન ટ્રાફિકિંગ હેઠળ લવાયેલ હોવાની ફરિયાદ ઝારખંડમાં નોંધાતા સ્ટેટપોલીસ ની સૂચના મુજબ સુરત નવસારી પોલીસે સંકયુત ઓપરેશ હાથધરી તમામ યુવતીઓને સુરક્ષિત છોડાવી દીધી છે. સિલાઈ કામ શીખવવાના બહાને ઝારખંડની એક મહિલાએ 30 જેટલી યુવતીઓને સુરતના પલસાણા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં ચાલતી ઝીંગા ફેકટરી પલસાણા ના માખીનગા ગામ ની ફેક્ટરી માં કામ કરવા લઈ આવી હતી. આ 30 યુવતીઓ પૈકી 6 સગીર વય જ્યારે 24 યુવતી પુખ્ત વયની હોય તમામને છેતરીને મંજુદેવી નામની મહિલા સુરત લાવી હોવાની ફરિયાદ ઝારખંડના રાંચી પોલીસમાં નોંધાતા ગુજરાત સ્ટેટ કન્ટ્રોલ દ્વારા સુરત અને નવસારી પોલીસને સૂચના આપી કાર્યવાહી કરવા જણાવ્યું હતું. સ્ટેટ કન્ટ્રોલમાંથી મળેલ સૂચના મુજબ સુરત અને નવસારી પોલીસે ઝીંગા ફેકટરીમાં રેડ કરી 6 સગીર બાળા અને 24 પુખ્તવયની યુવતીને સુરક્ષિત છોડાવી સુરત નારી સુરક્ષા ગૃહમાં મોકલી આપી છે. જ્યારે આ યુવતીઓને છેતરીને લાવનાર મહિલા મંજુબેનની અટકાયત કરવામાં આવી છે.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here