દહેગામ તાલુકામાંથી ગણેશ વિસર્જન માટે માનવ મેળામણ ઉમટ્યુ

0
37

દહેગામ તાલુકામા ઠેર ઠેર ગણેશ ભગવાનની પુજા અર્ચના અને આ પ્રસંગને ખુબ જ ધામધુમ પુર્વક ઉજવણી થઈ રહી છે ત્યારે તાલુકાના કેટલાય ગામોમાંથી ગણેશ ભગવાનના  વિસર્જન માટે મોટી સંખ્યામા નદી કીનારે લોકો ઉમટી પડ્યા.

ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકા અને શહેરમા ગણેશ ભગવાનના પર્વની શાનદાર રીતે ઉજવણી ચાલી રહી છે ત્યારે કેટલાય ગ્રામ્ય વિસ્તારોમાંથી ગણેશ ભગવાનને નદી કીનારે પધરાવવા માટે ટ્રેકટરમા મુર્તીઓ મુકીને ગણેશના નાદથી આખો માર્ગ ગાજી ઉઠ્યો છે ત્યારે વાત્રક અને મેશ્વો અને ખારી નદીમા ગણેશને પધરાવવા માટે મોટી સંખ્યામા નાના ભુલકાઓ, યુવતીઓ, યુવાનો અને ભક્તો પણ ગણેશ ભગવાનને ભાવભીની વિદાય આપી રહ્યા છે. નદીઓમા પધરાવવા માટે જતા નજરે પડી રહ્યા છે. અને તમામ યુવક, યુવતીઓ અબીલ ગુલાલના છાંટણાથી છંટાઈ ગયેલા અને નાચતા કુદતા મુખ્ય માર્ગ ઉપર દ્રષ્ટિગોચર થાય છે આમ દહેગામ પંથકમા ગણેશ ઉત્સવની ખુબ જ શાનદાર રીતે ઉજવણી ચાલી રહી છે. ત્યારે દહેગામ નગરપાલિકા તંત્ર દ્વારા ગણેશ ભગવાનની મુર્તીઓ સોલંકીપુરા પાસે પધરાવવા માટેની જગ્યા નક્કી કરવામા આવી છે. અને ગ્રામ્ય વિસ્તારના ગ્રામજનો આ ગણેશ ભગવાનની મુર્તીઓને નદીઓમા પધરાવે છે આમ હાલમા નદી કીનારે મોટી સંખ્યામા માનવ મેળામણ ઉમટી પડ્યુ છે.

 

  • દહેગામના મુખ્ય માર્ગો ઉપર ગણેશ ભગવાનની મુર્તીઓને પધરાવવા માટે મોટી સંખ્યામા લોકો નજરે પડી રહ્યા છે
  • દહેગામ તાલુકાની નદીઓમા ગણેશની મુર્તીઓ પધરાવવા માટે માનવ મેળામણની ભારે ભીડ જોવા મળી રહી છે
  • દહેગામ નગરપાલિકા તંત્ર દ્વારા ગણેશ ભગવાનની મુર્તી પધરાવવા માટે સોલંકીપુરા નક્કી કરવામા આવ્યુ છે

રિપોર્ટર : અગરસિંહ ચૌહાણ, CN24NEWS, દહેગામ, ગાંધીનગર  

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here