માનવતા : વૃદ્ધ મહિલાએ મહેનતથી રળેલાં નાણાં પાછા મળતા રાહતનો શ્વાસ લીધો

0
0

મહેનત કરી પરસેવો વહવેડાવી રળેલી મુડી ક્યારેય વ્યર્થ જથી નથી. સમીના ગુબાપુરાનાં એક વૃદ્ધા જીપમાં મુસાફરી દરમિયાન રૂપિયા ભરેલી નાની થેલી ભુલી ગયાં હતાં. જેમણે રળેલાં નાણાં ગુમાવ્યાંની જાણ થતાં જ રસ્તા પર હતપ્રભ બની રડવા લાગ્યાં હતાં. જ્યાંથી પસાર થતા એક યુવાનની નજર પડતાં જ યુવાને તેની કારમાં વૃદ્ધાને બેસાડી જીપની પાછળ દોડાવી હતી અને થોડેક દુર જતાં જ વૃદ્ધા જીપ જોઈ જતાં તેમાંથી તેમના રૂપિયા ભરેલી થલી પરત મેળવી હતી. પોતાની મુડી મળતાં વૃદ્ધાએ રાહતનો શ્વાસ લીધો હતો.

સમી ગામમાં હાઇવે પર ગલાબપુરા ગામના વૃદ્ધ મહિલા જલાલાબાદ ગામે દિકરીને મળવા જવા માટે પેસેન્જર ગાડીમાંથી ઉતર્યા હતા. દીકરીને મળવાની ખુશીમાં માજી થોડા રૂપિયા જે મજૂરી કરીને ભેગા કરેલા હતા તે નાની થેલીમાં મુકેલા હતા તે થેલી ગાડીમાંથી લેવાનું ભૂલી જતાં ગાડી સ્થળ પરથી જતી રહી હતી. ત્યારે માજી થોડે અંતરે હાઇવે પર પહોંચ્યા બાદ થેલી યાદ આવતાં પૈસા ગુમાવ્યા હોવાના દુઃખ સાથે રડવા લાગ્યા હતા.

ત્યારે લોકો એકત્ર થતાં એટલામાં જ સમીના જગમાલસિંહ ખેર નામની વ્યક્તિ ત્યાં આવતાં માજીને રડતાં જોઈ તેમની વેદના સમજી સાંત્વના સાથે તાત્કાલિક માજીને પોતાની ઇનોવા ગાડીમાં બેસાડી જે દિશામાં ગાડી ગઈ હતી એ દિશામાં દોડવતાં થોડે દૂર પેસેન્જર લેવા ગાડી રોકાયેલ હોઈ માજી ઓળખી જતાં ગાડીમાંથી પોટલું લઇ એમને આપતાં શાંત થયા હતા. પરત તે પોતાની ગાડીમાં માજીને દીકરીના ઘરે મૂકી આવ્યા હતા. તેમની માનવતા જોઈ માજીના પરિવારના લોકોએ લાગણીઓને બિરદાવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here