કોરોનાની બીજી લહેરથી દેશમાં હાહાકાર મચી ગયો છે,દરરોજ ફેલાતા કોરોનાવાઈરસના સંક્રમણને અવગણી ન શકાય, પરંતુ આપણે ખુશ રહેવા માટે કોઈના કોઈ બહાનું શોધી લઈએ છીએ. ઘણી વખત કેટલીક એવી ક્ષણ સામે આવી જાય છે કે એ જોઈને તમે હસી પડો છે. દેશના ઘણા હિસ્સામાં લોકડાઉન લાગુ કરવામાં આવ્યું અને લોકો પોતાના ઘરેથી કામ વગર બહાર નથી જતા. તેમજ જે લોકો જરૂરી કામથી બહાર જાય છે તેઓ ખાસ ધ્યાન રાખી રહ્યા છે. ત્યારે આ દરમિયાન સોશિયલ મીડિયા પર એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે.
પતિને જોઈને એરપોર્ટ પર ડાન્સ કરવા લાગી પત્ની
ઈન્ટરનેટ પર વાઈરલ આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક મહિલા PPE કીટ પહેરીને મુસાફરોને હસાવવા માટે ડાન્સ કરે છે. પતિ એરપોર્ટ પર આવતા જ એ એટલી ખુશ થઈ જાય છે કે PPE કીટમાં ધમાકેદાર ડાન્સ કરવા લાગે છે. વીડિયો જોયા બાદ ખબર પડી કે, PPE કીટમાં તે મહિલા કોરોનાવાઈરસના ડરને ઓછો કરવાનો પ્રયાસ કરી રહી છે.
આ વીડિયોને સોશિયલ મીડિયા પર ઈન્ડિયન બ્રાઈડલ બ્લોગે પોતાના અકાઉન્ટ પર શેર કર્યો છે. આ વીડિયો દ્વારા અનુમાન લગાવી શકાય છે કે આ એક કપલ છે, જે તેના પતિની વાપસીની ખુશીથી નાચી રહી છે.
તે એટલી ખુશ થઈ ગઈ કે પતિને જોયા પછી તેણે એરપોર્ટ પર જ ડાન્સ કરવાનું શરૂ કરી દીધું હતું. આ વીડિયોને લગભગ 2 લાખ લોકો જોઈ ચૂક્યા છે અને તેના પર લોકો પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે.