સો. મીડિયા પર વાઈરલ : છોકરીને જોઈને ડોગ પણ કરવા લાગ્યો યોગાસન

0
9

શું તમે ક્યારેય સાંભળ્યું છે કે પ્રાણીઓ પણ મનુષ્યની જેમ યોગ કરી શકે છે? તો તમારો જવાબ ના હશે. પરંતુ હાલમાં એક કૂતરાનો વીડિયો લોકોને ભરપૂર મનોરંજન પૂરું પાડી રહ્યો છે અને લોકો માટે ચર્ચાનો વિષય બની ગયો છે. સોશિયલ મીડિયા પર વાઈરલ વીડિયો ઓસ્ટ્રેલિયાનો છે અને તમે જોઈ શકો છો કે એક કૂતરો તેના માલિક મેરી સાથે અલગ અલગ પ્રકારના આસન કરી રહ્યો છે. મેરી જે જે આસન કરે છે એ જ આસન કૂતરો પણ કરી રહ્યો છે.

સૂર્ય નમસ્કાર કરે છે આ કૂતરો

યુવતી પગ ઊંચા કરે છે તો તે પણ પોતાનો પગ ઊંચો કરી રહ્યો છે અને હાથ અને ગરદન ઉંચી કરતાં કૂતરો પણ તેવી જ રીતે કોપી કરવાનો પ્રયત્ન કરે છે. કૂતરાને આ રીતે યોગાસન કરતો જોઈને લોકોને આશ્ચર્ય થઇ રહ્યું છે. પરંતુ જો કૂતરાને સારી રીતે ટ્રેનિંગ આપવામાં આવે તો આ શક્ય છે, પરંતુ હજારો કે લાખોમાંથી અમુક જ કરી શકે છે. અત્યારે આ વીડિયો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે. કૂતરો પણ સૂર્ય નમસ્કાર કરવાના પોઝને કોપી કરતો જોવા મળી રહ્યો છે.

સોશિયલ મીડિયા પર વાઈરલ થયેલા આ વીડિયોને રેક્સ ચેપમેને પોતાના ઓફિશિયલ ટ્વિટર અકાઉન્ટ પર શેર કર્યો છે. આ વીડિયોને અત્યાર સુધી 45 લાખથી વધુ વખત જોવામાં આવ્યો છે અને 1 લાખ 74થી વધારે લોકોએ તેને પસંદ કર્યો છે. તેમજ 38 હજારથી વધુ તેના ફોલોઅર્સ છે. લોકો તેના પર કમેન્ટ કરી રહ્યા છે અને આશ્ચર્ય વ્યક્ત કરી રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here