Monday, October 18, 2021
Homeપાકિસ્તાનમાં ભૂખમરો, 50% કુટુંબોને બે ટંકનું પણ ભોજન મળતું નથી
Array

પાકિસ્તાનમાં ભૂખમરો, 50% કુટુંબોને બે ટંકનું પણ ભોજન મળતું નથી

ઈસ્લામાબાદ: પાકિસ્તાનની આર્થિક સ્થિતિ ઘણાં સમયથી ખરાબ ચાલી રહી છે. IMF પાસેથી લોન લીધા પછી પણ મોંઘવારીનો સાપ પાડોશી દેશ પર ભરડો લઈ રહ્યો છે. ત્યારે ત્યાંના સ્થાનિક અખબાર એક્સપ્રેસ ન્યૂઝના અહેવાલ અનુસાર, પાકિસ્તાનના 50 ટકા ઘરોમાં એક ટંક જ ભોજન બને એટલી હદે આર્થિક તંગી આવી ગઈ છે. બલુચિસ્તાન અને સિંધ પ્રદેશમાં બાળકોમાં કૂપોષણના કિસ્સા વધી રહ્યા છે તે સાથે પાકિસ્તાનમાં કુપોષિત બાળકોની ટકાવારી વધીને 40 ટકા થઈ ગઈ છે. જેથી તેમનું કદ નીચું રહે છે અને શારિરીક માનસિક વિકાસ પર અસર થાય છે.

અખબાર અનુસાર, આ માહિતી રાષ્ટ્રીય પોષણ સર્વેક્ષણ 2018 હેઠળ જાહેર કરવામાં આવી છે. આ સર્વેક્ષણ સમગ્ર પાકિસ્તાનમાં હાથ ધરવામાં આવ્યું હતું. જો કે સર્વેનાં અત્યંત ચોંકાવનારા પરિણામ આવ્યા હતા. સર્વેક્ષણ પરથી સ્પષ્ટ રીતે સાબિત થાય છે કે, પાકિસ્તાનમાં પોષણની સમસ્યા ખુબ જ ચિંતાજનક હદે પહોંચી ગઇ છે.

આ સર્વે દેશનાં રાષ્ટ્રીય સ્વાસ્થય સેવા (NHS) સંબંધ મંત્રાલય દ્વારા કરાવવામાં આવ્યું છે. આ રિપોર્ટમાં જણાવાયું છે કે, પાકિસ્તાનનાં 36.9 ટકા પરિવાર ખાદ્ય સુરક્ષાથી ખુબ જ દુર છે અને ખાવા પીવાની ચીજ-વસ્તુઓ મેળવવા અસમર્થ છે. ઉપરાંત, જે સામાન મળી પણ રહ્યો છે તે તેમના જરૂરી પોષણ માટે અપુરતો છે.

સર્વેમાં અનુસાર, પાકિસ્તાનમાં માત્ર 48.4 ટકા માતાઓ અને પોતાનાં નવજાત શિશુઓને પોતાનું દુધ પીવડાવે છે. તેમાં એમ પણ કહેવામાં આવ્યું કે, કુપોષણનો શિકાર માતાઓ નબળા બાળકોને જન્મ આપે છે. આ સમસ્યા પર વધારે ધ્યાન આપવાની જરૂર છે. સર્વેમાં સામે આવ્યું કે, દેશમાં 10માંથી 4 બાળકો એવા છે જેની લંબાઇ તેમની ઉંમરના અનુરૂપ નથી. તેમ પણ સામે આવ્યું કે, યુવકોને ખોરાક પર યુવતીઓથી વધારે ધ્યાન આપવામાં આવે છે.

નેશનલ ઇન્સ્ટીટ્યુટ ઓફ ચાઇલ્ડ હેલ્થના મુખ્ય પ્રોફેસર જમાલ રજાએ જણાવ્યું કે, યોગ્ય અને સારા ભોજનથી વંચિત બાળકોની સંખ્યા દેશમાં આજે જેટલી છે, તેટલી જ આજે 24 વર્ષ પહેલા પણ હતી. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આ સર્વેક્ષણ કરાવવાનો ઇરાદો સમસ્યાની ઓળખ કરી તેના સમાધાન માટે નીતિઓ બનાવવાનું છે. ઉલ્લેખનીય છે કે, આ સર્વેક્ષણમાં પાકિસ્તાનના ચારેય રાજ્યો અને પાકિસ્તાનનાં કબ્જાવાળા કાશ્મીરનાં 1,15,600 પરિવારોનો સમાવેશ કરવામાં આવ્યો. તેમાં 1,45,324 મહિલાઓ, પાંચ વર્ષથી ઓછી ઉંમરનાં 76,742 બાળકો અને દસથી 19 વર્ષ સુધીનાં 1,45,847 કિશોરોની તપાસ કરવામાં આવી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments