રાજ્યમાં 4-5 જૂને વાવાઝોડું અને અતિભારે વરસાદની આગાહી, દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લામાં હાઇ એલર્ટ જાહેર

0
0

રાજ્યમાં એક તરફ કોરોના માહામારી ચાલી રહી છે ત્યારે બીજી બાજું ગુજરાત પર વાવાઝોડાનું સંકટ પણ વધ્યું છે. અરબી સમુદ્રમાં સક્રિય ડિપ્રેશન લો પ્રેશરમાં પરિવર્તિત થયું છે. જેના કારણે રાજ્યમાં ‘ નિસર્ગ ‘ વાવાઝોડું ત્રાટકવાની શકયતા છે. આગામી 12 કલાકમાં ડિપ્રેશન ડીપ વાવાઝોડામાં પરિવર્તિત થશે. ત્યારબાદ વાવાઝોડું દક્ષિણ ગુજરાતના દરિયા કિનારા તરફ ધીમે ધીમે આગળ વધશે. સુરતના દરિયા કિનારાથી ડિપ્રેશન 920 કિલોમીટર દૂર છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું કે, સંભવિત વાવાઝોડાને લઈને રાજ્યના દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લામાં હાઇ એલર્ટ જાહેર કરાયું છે. ભાવનગર અને અમરેલી જિલ્લાને હાઈ એલર્ટ પર મુકાયા છે. NDRFની 10 ટીમોને જે તે જિલ્લામાં મોકવામાં આવી છે.

ગુજરાતના સમુદ્રમાં 100 કિ.મી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે

હવામાન વિભાગ અનુસાર, 4,5 જૂને રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે. વલસાડ, નવસારી, સુરત, ભરૂચ, દમણ, દાદરા નગરહવેલી, ભાવનગર, અમરેલી, ગીર, સોમનાથ, બોટાદ, દિવ, અમરેલી, અમદાવાદ, વડોદરા સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ વર્સી શકે છે. 4 જૂનના રોજ ગુજરાતના સમુદ્રમાં 100 કિ.મી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઇ શકે છે. તેમજ 4 જૂન સુધીમાં દરિયો નહીં ખેડવા માટે માછીમારોને સલાહ આપવામાં આવી છે. ગઈકાલે જ માછીમારોને ખતરો જોતા પરત બોલાવી લેવામાં આવ્યા હતા.

સાયક્લોનની ગતિ કેટલી હશે તે અંગે હાલ જાણી શકાયું નથી

હાલમાં લો પ્રેશર ડિપ્રેશનમાં પરિવર્તિત થઇને ઉત્તર તરફ આગળ વધે તેવું જણાઈ રહ્યું છે. ત્યારબાદ ૩જી જૂનના રોજ રાજ્યનાં દરિયાકિનારે પહોંચશે. જેના કારણે આગામી 4 અને 5 જૂનના રોજ રાજ્યના મોટાભાગના શહેરોમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. હવામાન વિભાગે જણાવ્યું કે, હાલની સ્થિતિ જોતા ગુજરાત-મહારાષ્ટ્ર્માં ‘પ્રી સાયક્લોનિક એલર્ટ’ જાહેર કરવામાં આવ્યું છે. રાજ્ય સરકારે પણ પૂરતો બંદોબસ્ત કરવો પડશે. સાયક્લોનની ગતિ કેટલી હશે તે અંગે હાલ જાણી શકાયું નથી.

અગાઉ દ્વારકા-કંડલા તરફ વાવાઝોડું ફૂંકવાનું હતું

થોડા દિવસો પહેલા આ વાવાઝોડું દ્વારકા-કંડલા તરફ ફૂંકવાનું હતું, જેથી સૌરાષ્ટ્રના કિનારાના સ્થળો દ્વારકા, ઓખા, મોરબી, કચ્છના વિસ્તારો પ્રભાવિત થાય તેવી શકયતા હતી. જેના પગલે ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છના બંદરો પર રાઉન્ડ ધ કલોક સાવચેતી રાખવામાં આવી રહીં હતી. નિસર્ગ વાવાઝોડું 110થી 120 કિમી પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here