Sunday, February 16, 2025
HomeBUSINESSBUSINESS : Hurun India Under-35: અંબાણી ભાઇ બહેનની જોડી ચમકી, જાણો અન્ય...

BUSINESS : Hurun India Under-35: અંબાણી ભાઇ બહેનની જોડી ચમકી, જાણો અન્ય કોણ લિસ્ટમાં

- Advertisement -

ઈશા અંબાણી અને આકાશ અંબાણી આ ભાઇ બહેનની જોડીને ‘2024 હુરુન ઈન્ડિયા અંડર 35’ની યાદીમાં સામેલ કરવામાં આવ્યા છે. ઈશા રિલાયન્સ રિટેલની નોન એક્ઝિક્યુટિવ ડિરેક્ટર અને મુકેશ અંબાણીની દીકરી છે. જ્યારે આકાશ રિલાયન્સ જિયો ઇન્ફોકૉમ સંભાળે છે. આ ઉપરાંત પરિતા પારેખને ‘2024 હુરુન ઈન્ડિયા અંડર 35’ની પ્રથમ યાદીમાં સૌથી યુવા મહિલા તરીકે સામેલ કરવામાં આવી છે. પરિતા પારેખ ટીચિંગ એન્ડ લર્નિંગ પ્લેટફોર્મ ટોડલના સ્થાપક છે.

2024 હુરુન ઈન્ડિયા અંડર-35 ની યાદીમાં અનેરી પટેલ, અનીશા તિવારી અને અંજલિ મર્ચન્ટ સહિત અન્ય સાત મહિલા સાહસિકોનો સમાવેશ થાય છે, જે તમામ 33 અથવા 34 વર્ષની છે. તે મહિલા નેતાઓમાં ટોચ પર છે જેઓ તેમનો પારિવારિક વ્યવસાય સંભાળી રહ્યા છે. આ યાદીમાં 34 વર્ષીય સલોની આનંદ, ટ્રિયા હેલ્થની માલિક પણ સામેલ છે. ટ્રોયા હેર કેર સેક્ટરમાં બિઝનેસ કરે છે. આ સિવાય હુરુને આ લિસ્ટમાં મામા અર્થના માલિક ગઝલ અલઘનો પણ સમાવેશ કર્યો છે.

આ યાદીમાં સૌથી વધુ 29 લોકો બેંગલુરુના અને 26 મુંબઈના છે. સેક્ટર મુજબના લોકોની વાત કરીએ તો આ યાદીમાં સૌથી વધુ 21 સાહસિકો ફાઇનાન્સ સેક્ટરના છે અને 14 સાહસિકો સોફ્ટવેર અને સર્વિસ સેક્ટરના છે. આ યાદી દર્શાવે છે કે સેવા ક્ષેત્ર ભારતના સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમમાં મોટી ભૂમિકા ભજવે છે. યાદીમાં 59% ઉદ્યોગસાહસિકો સેવા ક્ષેત્રના છે.

પ્રથમ પેઢીના ઉદ્યોગસાહસિકોનો સમાવેશ થાય છે જેમનું બિઝનેસ વેલ્યુએશન $50 મિલિયન (આશરે રૂ. 418 કરોડ)થી વધુ છે અને આગામી પેઢીના બિઝનેસ એન્ટરપ્રેન્યોર જેમનું બિઝનેસ વેલ્યુએશન $100 મિલિયન (આશરે રૂ. 837 કરોડ) છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular