Sunday, April 27, 2025
HomeNATIONALNATIONAL : રેલવે ટ્રેક પર પતિ-પત્ની રીલ બનાવવામાં મશગૂલ, અચાનક જ સ્પીડમાં...

NATIONAL : રેલવે ટ્રેક પર પતિ-પત્ની રીલ બનાવવામાં મશગૂલ, અચાનક જ સ્પીડમાં આવી ટ્રેન અને પછી…

- Advertisement -

રાજસ્થાનના રાજસમંદમાં રેલવે બ્રિજ પર રીલ બનાવવી પતિ-પત્નીને ભારે પડી ગઈ. કપલ રીલ બનાવી રહ્યું હતું ત્યારે સામેથી એક ટ્રેન આવી અને પોતાનો જીવ બચાવવા માટે 90 ફૂટ ઊંડી ખીણમાં કૂદી પડવું. આ ઘટનાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે.

રાજસ્થાનના રાજસમંદમાં પતિ-પત્નીને રીલ બનાવવાનો ચસ્કો ભારે પડી ગયો. આ પતિ-પત્ની ગોરમઘાટના પુલ પર રીલ બનાવી રહ્યા હતા. એટલામાં સામેથી એક ટ્રેન આવી ગઈ. એટલે પોતાનો જીવ બચાવવા માટે બંને પુલ પરથી લગભગ 90 ફૂટ ઉંડી ખીણમાં કૂદી પડ્યા. આ ઘટનામાં બંને ગંભીર રીતે ઘાયલ થયા છે. માહિતી મળતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને બંનેને હોસ્પિટલમાં દાખલ કર્યા. આ ઘટનાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જણાવવામાં આવી રહ્યું છે કે આ વીડિયો ટ્રેન ડ્રાઈવરે બનાવ્યો છે.

પોલીસના જણાવ્યા અનુસાર, પતિ-પત્નીના હોશમાં આવ્યા બાદ તેમની પૂછપરછ કરવામાં આવી અને તેમના પરિવારજનોને જાણ કરી દેવામાં આવી છે. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, પતિ-પત્ની બંને હંમેશા અલગ-અલગ જગ્યાઓ પર જઈને રીલ્સ બનાવતા અને સોશિયલ મીડિયા પર અપલોડ કરતા. ત્યારે બે દિવસ પહેલા પણ બંનેએ ગોરમઘાટ રેલ્વે પુલ પર રીલ બનાવવાનું નક્કી કર્યું અને પુલની વચ્ચોવચ પહોંચીને વીડિયો બનાવવા લાગ્યા. એવામાં જ સામેથી ટ્રેન આવી ગઈ. જેને જોઇને બંને ગભરાઈ ગયા. પુલનો છેડો દૂર હતો એટલે બંને ભાગીને છેડે પણ પહોંચી શકે એમ ન હતા.

ટ્રેન વધુ ઝડપે આવી રહી હોવાથી જીવ બચાવવા બંનેએ એકબીજાનો હાથ પકડીને 90 ફૂટ ઊંડી ખીણમાં ઝંપલાવ્યું. ટ્રેનના કો-ડ્રાઈવરે આ ઘટના પોતાના મોબાઈલ કેમેરાથી કેદ કરી લીધી. આ ઘટના અંગે ડ્રાઈવરે જાતે જ પોલીસને જાણ કરી હતી. આ પછી, પોલીસ ઘટનાસ્થળે પહોંચી, બંનેને ખીણમાંથી બહાર કાઢ્યા અને હોસ્પિટલ લઈ ગયા. ડોક્ટરોના જણાવ્યા અનુસાર આ અકસ્માતમાં બંનેને ગંભીર ઈજાઓ થઈ છે. જો કે તબીબોએ બંનેને ખતરાની બહાર જાહેર કર્યા છે.

રીલ બનાવવાના કારણે અવારનવાર આવી ઘટનાઓ બની રહી છે. ઘણી વખત આ ઘટનાઓમાં લોકોના મોત પણ થઈ રહ્યા છે, તેમ છતાં અમુક લાઈક્સ અને અમુક કોમેન્ટના ખાતર રીલ બનાવવાનું યુવાનોનું વ્યસન ઓછું થવાના સંકેત દેખાતા નથી. લોકો રીલ બનાવવા માટે જોખમી સ્થળોએ જતા રહે છે. આ મહિનામાં જ રાજસ્થાનમાં અડધો ડઝનથી વધુ આવી ઘટનાઓ બની છે, જેમાં રીલના કારણે લોકોનો જીવ બચાવવો પણ ભારે પડી જાય છે.

 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular