ઝારખંડ : પતિને બંઘક બનાવી 5 બાળકોની માતા પર 17 લોકોએ કર્યો ગેંગરેપ.

0
7

ઝારખંડમાં પતિ સાથે મેળો જોઇ પરત આવતી પાંચ બાળકોની માતા સાથે ગેંગરેપની ઘટના સામે આવી છે. 17 નરાધમોએ મહિલાના પતિને બંધક બનાવી, માસૂમ બાળકોની સામે સામૂહિક દુષ્કર્મ આચર્યું હતું. ઘટના ડુમકા જિલ્લામાં મુફસ્સિલ ગામમાંની છે. મંગળવારે મોડી રાત્રે જ્યારે મહિલા મેળો જોઇને પાછી આવી રહી હતી. તે દરમિયાન નરાધમોએ પીંખી નાખી હતી. સંથાલના DIG સુદર્શન પ્રસાદ માંડલએ ઘટનાની પુષ્ટિ કરતાં કહ્યું કે પોલીસ કેસની તપાસ કરી રહ્યું છે. સાથો સાથ ઘટનામાં સંડોવાયેલા આરોપીઓની ધરપકડ માટે કાર્યવાહી શરૂ કરી દીધી છે.

ડીઆઈજી સુદર્શન પ્રસાદ મંડલે જણાવ્યું હતું કે ગેંગરેપની ઘટનામાં સામેલ આરોપીઓની ઓળખ કરવામાં આવી રહી છે. પીડિતાનો મેડિકલ રિપોર્ટ આવ્યા પછી આગળની કાર્યવાહી કરવામાં આવશે. મહિલાએ પોલીસને આપેલાં નિવેદનમાં કહ્યું હતું કે તેની સાથે થયેલા દુષ્કર્મની ઘટનામાં 17 આરોપી સામેલ હતા, જેમાં એક આરોપીને તે ઓળખે છે, જે તેના જ ગામનો રહેવાસી હોવાનું જણાવ્યું છે.

પીડિતાના પતિએ કહ્યું હતું કે ગામમાં દર મંગળવારે બજાર ભરાય છે, જ્યાં તે પત્ની સાથે ખરીદી કરવા ગયો હતો. ખરીદી કરીને લગભગ 8 વાગ્યે બજારથી ઘરે પરત ફરી રહ્યો હતો ત્યારે રસ્તામાં નશામાં ચકચૂર લગભગ 17 યુવાન ઊભા હતા. એમાંથી પાંચ યુવકે તેને પકડી રાખ્યો અને બાકીના નરાધમો પત્નીને ઉઠાવીને ઝાડીમાં લઈ ગયા હતા, જ્યાં દુષ્કર્મની ઘટનાને અંજામ આપ્યો હતો.

પોલીસ તરફથી મળતી માહિતી મુજબ, દુમકા મુફસ્સિલ પોલીસ સ્ટેશનમાં પાંચ બાળકોની માતા પીડિત મહિલા પોતાના પતિની સાથે મંગળવારના રોજ સામાન ખરીદવા માટે સાપ્તાહિક હાટડીમાં ગયા હતા. આ ગામમાં એક મેળાનું પણ આયોજન કરાયું હતું. મોડી રાત્રે મેળામાંથી પાછા આવતા સમયે કેટલાંક મનચલોએ પતિને કબ્જામાં લઇને મહિલા પર ગેંગરેપની ઘટનાને અંજામ આપ્યો. બુધવારે સવારે પીડિતા તેના પતિ સાથે પોલીસ સ્ટેશન પહોંચી હતી અને પોલીસને ઘટનાની જાણ કરી હતી.

હાલ મામલે પોલીસે મહિલાની ફરિયાદ નોંધી, દુષ્કર્મના ગુનેગારોને ઝડપી પાડવા તજવીજ હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here