નરોડામાં રહેતી મહિલાનો દહેજના દૂષણના કારણે લગ્નના ત્રણ વર્ષમાં જીવન સંસાર પડી ભાંગ્યો હોવાનો વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. તેમાંયે ખાસ કરીને લગ્ન બાદ પતિ પત્ની ઉદેપુર ફરવા માટે ગયા હતા જ્યાં પત્નીએ દારુ પીવાની ના પાડતાં પતિએ માર માર્યો હતો બાદમાં સાસરીયા પણ ૧૫ લાખ બાઇક આઇફોેન લાવવા તથા છૂટાછેડા માટે દબાણ કરતા હતા. આ બનાવ અંગે કૃષ્ણનગર પોલીસે પતિ સહિત ચાર લોકો સામે ગુનો નોેંધી વધુ તપાસ હાથ ધરી છે. નવા નરાડામાં રહેતી ૩૩ વર્ષીય મહિલાએ કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં પતિ સહિત ચાર લોકો સામે ફરિયાદ નોં ધાવી છે કે મહિલાના ત્રણ વર્ષ પહેલા સમાજની રિતિ રિવાજ મુજબ લગ્ન થયા હતા. લગ્ન બાદ સાસરીયા દ્વારા મહેણા ટોણા મંારીને માનસિક તેમજ શારિરીક ત્રાસ આપતા હતા. ઘણી વખત મારઝૂડ કરતા મહિલા પિયરમાં ગઇ હતી જો કે સમાધાન કરીને તેડી લાવ્યા બાદ ફરીથી મારઝૂડ કરતા હતા. લગ્ન બાદ પતિ પત્ની ફરવા માટે ઉદેપુર ગયા હતા ત્યાં પત્નીએ દારુ પીવાની ના પાડતાં પતિએ મારી હતી આ બનાવ અંગે સાસરીયા પણ પતિને સાથ આપતા હતા.
એટલું જ નહી સાસુ પણ માર મારતી હતી અને સસરા પણ પંદર લાખ લાવવા અને છૂટાછેડા માટે દબાણ કરતા હતા પતિ પણ બાઇક અને આઇફોન મોબાઇલની માંગણી કરીને મારઝુડ કરીને કાઢી મૂકી હતી જેથી મહિલા ત્રણ મહિનાથી પિયરમાં આશરો લઇ રહી છે. આખરે કંટાળીને મહિલાએ કૃષ્ણનગર પોલીસે પતિ સહિત ચાર લોકો સામે ગુનો નોેંધી વધુ તપાસ હાથ ધરી છે.