મોબાઈલ પર વ્યસ્ત રહેતી હોવાથી પતિએ કરી નાંખી પત્નીની હત્યા

0
16

નવી દિલ્હી, તા.21 જાન્યુઆરી 2020, મંગળવાર

પત્ની સતત મોબાઈલ પર બિઝી રહેતી હોવાથી ઉશ્કેરાયેલા પતિએ પત્નીની હત્યા કરી નાંખી હોવાની ચોંકાવનારી ઘટના જયપુરમાં બની છે.

આરોપી અયાઝ અહેમદ અન્સારી(26 વર્ષ)એ પોતાની પત્ની રેશમા ઉર્ફે નૈના મંગલાની(22 વર્ષ)ને ફરવાના બહાને જયપુર દિલ્હી હાઈવે પર લઈ ગયો હતો અને તેની ગળુ દબાવીને હત્યા કરી નાંખી હતી. પત્નીની ઓળખ ના થઈ શકે તે માટે અયાઝે તેનો ચહેરો પથ્થર મારીને છુંદી નાંખ્યો હતો.

પોલીસે હવે અયાઝની ધરપકડ કરી લીધી છે. તેણે પોલીસની પૂછપરછમાં કહ્યુ હતુ કે, ફેસબૂક પર મારી પત્નીના 6000 ફોલોઅર્સ છે અને તે આખો દિવસ મોબાઈલ પર જ વ્યસ્ત રહેતી હતી. જેના કારણે ઘરમાં સતત ઝઘડા થતા હતા. કંટાળીને મેં તેની હત્યા કરવાનુ કાવતુર રચ્યુ હતુ.

આરોપીએ કહ્યુ હતુ કે, મેં તેને પિયરથી બોલાવીને આખો દિવસ ફેરવી હતી, અંધારુ થયા બાદ જયપુર દિલ્હી હાઈવે પર લઈ જઈને તેનુ મર્ડર કરી નાંખ્યુ હતુ. દંપતિને ત્રણ મહિનાનો એક પુત્ર પણ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here