Saturday, August 13, 2022
Homeસુરત ની યુવતીને પામવા પતિએ પત્નીની હત્યા કરી લાશ 10 કિલોમીટર દૂર...
Array

સુરત ની યુવતીને પામવા પતિએ પત્નીની હત્યા કરી લાશ 10 કિલોમીટર દૂર ફેંકી દીધી, 2ની ધરપકડ

- Advertisement -

રાજકોટ. શહેરના ગાયત્રીનગરમાં રહેતી પરિણીતાને તેના જ પતિએ કોઠારિયામાં નવા બનાવેલા મકાને લઇ જઇ સળિયાના ચાર ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દીધી હતી. હત્યા કર્યા બાદ આરોપીએ પોતાના માસિયાઇ ભાઇની મદદથી લાશને કારની ડેકીમાં નાખી હતી અને 10 કિલોમીટર દૂર કણકોટ નજીક લાશ ફેંકી આવ્યો હતો. સુરતમાં રહેતી પ્રેમિકા યુવતીને પામવા માટે પત્ની કાંટો બનતી હોય તેનું ઢીમ ઢાળી દીધું હતું. પોલીસે બંને આરોપીને સકંજામાં લીધા હતા.

પોતા કરતી પત્નીને સળિયાથી મોતને ઘાટ ઉતારી
ગાયત્રીનગરમાં રહેતો અને બાંધકામ વ્યવસાય સાથે જોડાયેલો બાલકૃષ્ણ ઉર્ફે વિપુલ વેલજી ટાંક (ઉ.વ.32) ગત તા.15ના સાંજે તેની પત્ની તરૂણા અને બે બાળકો શુભમ (ઉ.વ.2) અને ધ્રુવ (ઉ.વ.4) તથા માધાપર ચોકડી પાસે રહેતા તેના માસીયાઇ ભાઇ સિધ્ધાર્થ રમેશ રાઠોડ (ઉ.વ.19) સાથે કોઠારિયાની રામેશ્વર સોસાયટીમાં નવા બનાવેલા મકાને લઇ ગયો હતો. વેચવા માટે બનાવેલા મકાનની સફાઇના નામે પત્ની તરૂણાને ત્યાં લઇ ગયા બાદ બંને બાળકોને મકાનના ઉપરના ભાગે મોબાઇલ આપી રમવા મૂકી દીધા હતા, જ્યારે પત્ની તરૂણા પોતા કરતી હતી ત્યારે પાછળથી જઇ પતિ બાલકૃષ્ણએ માથામાં લોખંડના સળિયાના ચાર ઘા ઝીંકી દીધા હતા. અચાનક ઝીંકાયેલા ઘાથી તરૂણા સ્થળ પર જ ઢળી પડી હતી અને તેનું મોત નીપજ્યું હતું. પત્નીની હત્યા કર્યા બાદ બાલકૃષ્ણએ પોતાની કાર મકાનના પાર્કિંગમાં લીધી હતી અને બાલકૃષ્ણ અને સિધ્ધાર્થે લાશને ઊંચકી કારની ડેકીમાં મૂકી દીધી હતી.

10 કિમી દૂર લાશ મૂકી આવ્યાં
લાશ ડેકીમાં મૂકી બંને બાળકોને કારમાં બેસાડી દીધા હતા અને કોઠારિયાથી 10 કિલોમીટર દૂર કણકોટ નજીક અવાવરૂ સ્થળે લાશ મુકી પરત આવી ગયા હતા. રાત્રે 10.30 વાગ્યાના અરસામાં બાલકૃષ્ણએ તેના મોટાભાઇ પરેશને ફોન કરી તરૂણા મકાનેથી લાપતા થઇ ગયાની જાણ કરતાં ટાંક પરિવાર અને તરૂણાના હસનવાડીમાં રહેતા ભાઇ નિકુંજ રાઠોડ સહિતનાઓએ શોધખોળ શરૂ કરી હતી, અને રાત્રે 11 વાગ્યે તરૂણાના ગૂમ થવા અંગે આજીડેમ પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી.

પોલીસે તમામ આરોપીની પૂછપરછ કરી
પોલીસ તથા પરિવારજનો તરૂણાની શોધખોળ કરતા હતા પરંતુ તેનો ક્યાંય પતો લાગ્યો નહોતો, આજીડેમના પીઆઇ ચાવડા સહિતના સ્ટાફને શરૂઆતથી જ બનાવ શંકાસ્પદ લાગતા શુક્રવારે સવારે બાલકૃષ્ણની આગવીઢબે પુછપરછ કરતા તે ભાંગી પડ્યો હતો અને તેણે પત્ની તરૂણાની હત્યા કર્યાની અને લાશ ફેંકી દીધાની કબૂલાત આપી હતી. પોલીસ બાલકૃષ્ણને લઇને કણકોટ પહોંચી ત્યારે તરૂણાની લાશ મળી આવી હતી. પોલીસે મૃતકના ભાઇ નિકુંજ રાઠોડની ફરિયાદ પરથી બાલકૃષ્ણ અને સિધ્ધાર્થ સામે હત્યા સહિતની કલમ હેઠળ ગુનો નોંધી બંને આરોપીની અટકાયત કરી હતી. નિકુંજ રાઠોડે આક્ષેપ કર્યો હતો કે, બાલકૃષ્ણને સુરતની હર્ષિદા નામની યુવતી સાથે પ્રેમસંબંધ હતા અને તેની સાથે લગ્ન કરવા માટે તરૂણાબેન સાથે અવારનવાર ઝઘડા કરતો હતો અને હર્ષિદાને પામવા માટે તેણે તરૂણાબેનની હત્યા કરી હતી. પોલીસે બંને આરોપીની વિશેષ પૂછપરછ શરૂ કરી હતી.

13મા માળેથી ધક્કો મારવાનો પ્રયાસ કર્યો’તો
મૃતકનાભાઇ નિકુંજ રાઠોડે જણાવ્યું હતું કે, બાલકૃષ્ણએ છ મહિના પૂર્વે પણ તરૂણાબેનની હત્યાનો કારસો રચ્યો હતો. કોઠારિયાના સાંઇબાબા ચોક નજીક આવેલી 13 માળની ઇશ્વર હાઇટ્સ નામની બિલ્ડિંગે તરૂણાબેનને લઇ ગયો હતો અને 13મા માળે જઇ તરૂણાબેનને કહ્યું હતું કે, ‘તું મને પ્રેમ કરતી હો તો આંખ બંધ કર, હું તને અલગ નજારો બતાવું’ પરંતુ પતિનું છળ જાણી ગયેલા તરૂણાબેને આંખો બંધ નહી કરતા તે સમયે તેનો બચાવ થયો હતો, બાલકૃષ્ણ તે સમયે 13મા માળેથી ધક્કો મારવા ઇચ્છતો હોવાનો પણ આક્ષેપ કર્યો હતો.

આરોપી પતિએ પત્નીના મોબાઈલમાંથી તેના પિતાને મેસેજ કર્યો હતો
આરોપી પતિએ પત્ની ગુમ થઈ તે રાતે પત્નીના પિતાના મોબાઈલમાં મેસેજ કર્યો હતો કે, ‘પપ્પા સો સોરી, મને એક છોકરો ગમે છે. મારે અહિંયા નથી રહેવું, મારી ચિંતા ન કરતા અને મને શોધતા પણ નહિં, મારે અહિંયા નહતું રહેવું એટલે મે મમ્મીને હેરાન કરતી હતી અને તેને મારવાની પણ તૈયારી કરી હતી. પપ્પા મને માફ કરજો હું એક સારી પત્ની, વહુ કે દિકરી ન શકી મને માફ કરજો હું જાવ છું’ આ પ્રકારનો બીજો એક મેસેજ પણ તેને પોતોના મોબાઈલમાં સેન્ડ કર્યો હતો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular