આણંદના તળપદ ગામમાં મહિલા સરપંચના પતિએ પત્રકારને ધીબેડી નાંખ્યો, વીડિયો થયો વાઈરલ

0
34

માટી કૌભાંડ સામે ગ્રામજનોએ જવાબ માગ્યો હતો ત્યારે સરપંચના પુત્રએ ઉશ્કેરાઇ અને હુમલો કર્યો હતો. આ વખતે વીડિયો રેકોર્ડિંગ કરનાર પત્રકારનો મોબાઇલ છીનવી લીધો હતો અને માર માર્યો હતો. હાલ સરપંચના પતિ અને પુત્ર દ્વારા પત્રકારને માર મારતો વીડિયો વાઈરલ થયો છે. વાઈરલ વીડિયોમાં સરપંચના પતિ અને પુત્રની દાદાગીરી જોવા મળી હતી.

  • માટી કૌભાંડના સામે ગ્રામજનોએ માગ્યો જવાબ
  • સરપંચના બદલે સરપંચના પતિ જવાબ આપતા હોબાળો
  • મામલાનું વીડિયો રેકોર્ડિંગ કરનાર પત્રકારને માર્યોમાર

આણંદના તળપદ ગામમાં નાપાડસભા તોફાની બની છે. સરપંચના બદલે સરપંચના પતિએ જવાબ આપતા હોબાળો મચ્યો છે. ત્યારે સમગ્ર સભાનું રેકોર્ડિંગ કરનાર પત્રકારને મહિલા સરપંચના પતિ અને પુત્ર દ્વારા માર મારવામાં આવ્યો છે. માટી કૌભાંડ સામે ગ્રામજનોએ જવાબ માગ્યો હતો ત્યારે સરપંચના પુત્રએ ઉશ્કેરાઇ અને હુમલો કર્યો હતો. અને મોબાઇલ છીનવી લીધો હતો. હાલ સરપંચના પતિ અને પુત્ર દ્વારા પત્રકારને માર મારતો વીડિયો વાઈરલ થયો છે.

આણંદની તળપદ ગામ નગરપાલિકાની બની તોફાની બની હતી. માટી કૌભાંડના મામલે ગ્રામજનોએ જવાબ માગ્યો હતો. આ માલે સરપંચના બદલે સરપંચના પતિ જવાબ આપ્યો હતો જેને પગલે હોબાળો થયો હતો. આ મામલાનું વીડિયો રેકોર્ડિંગ કરનાર પત્રકારને સરપંચના પતિ અને પુત્રએ ધીબેડી નાંખ્યો હતો. નપામાં માટી ખનન અંગે જવાબ માગતાં સરપંચના પુત્રએ ઉશ્કેરાઈ જઈને હંગામો કર્યો હતો.

મહિલા સરપંચના પતિ અને પુત્ર દ્વારા ચાલી રહેલી મારપીટને રોકવાની જગ્યાએ તેને પ્રોત્સાહન આપ્યુ હતુ. બંને પિતા-પુત્રએ પત્રકાર પાસેથી મોબાઈલ છીનવી લીધો હતો.
હાલ બંને પક્ષે સામસામે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. મહિલા સરપંચના પતિ અને પુત્ર દ્વારા પત્રકારને મારતો વીડિયો વાઈલ થઈ ગયો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here