બનાસકાંઠા : પતિએ ગળુ દબાવીને પત્નીની કરી હત્યા, જાનવરોએ ફાડી ખાધી લાશ

0
39

બનાસકાંઠા,

બનાસકાંઠા જિલ્લાના ડીસામાં હત્યા થવાની ઘટના સામે આવી છે.એક પતિએ પોતાની પત્નીનું ગળુ દબાવીને હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. પત્નીને મારી નાંખ્યા બાદ પતિએ તેની લાશને અવાવરી જગ્યાએ ફેંકી દીધી હતી.

તેની પત્ની નહીં મળી આવતા પરિવારજનોએ પોલીસને જાણ કરી હતી. આજે ડીસાના ભોંયણ ગામની સીમમાંથી યુવતી લાશ મળી આવી છે. યુવતીની હત્યાના પગલે દલિત સમાજના લોકોના ટોળા ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા.

પતિએ પત્નીને મારીને લાશ ફેંકી દીધી હતી. દરમિયાન પોલીસને મળી આવેલી લાશ વિકૃત સ્થિતિમાં હતી. પ્રાથમિક અહેવાલ મુજબ લાશને જાનવોરએ ફાડી દીધી છે.

આપને જણાવીએ કે પરીણિતાના પરિવારજનોએ આ કેસમાં પતિને ફાંસીની સજાની માંગણી કરી છે.

આ અંગે જાણકારી મળતાની સાથે જ ડીસા તાલુકા પોલીસ અને એફ.એસ.એલની ટીમ ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી હતી. હાલ પોલીસે હત્યારા પતિની અટકાયત કરી છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here