વડોદરા : દિવાળી પર્વ નિમિત્તે પિયરમાં જવાનું કહેતા પતિએ કેરોસીન છાંટી પત્નીને જીવતી સળગાવી

0
17

પત્નીએ દિવાળી પર્વ નિમિત્તે પિયર જવાનું કહેતા ઉશ્કેરાયેલા પતિએ પત્નીને કેરોસીન છાંટી જીવતી સળગાવી દઈ મારી નાખવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ગંભીર રીતે દાઝેલી મહિલાને તાત્કાલિક સારવાર અર્થે સયાજી હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. બનાવ સંદર્ભે વરણામા પોલીસે પતિ વિરુદ્ધ હત્યાની પ્રયાસનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

મહિલાએ બીજા લગ્ન કર્યા

વડોદરા શહેર નજીક આવેલ આલમગીર ગામમાં રહેતા 35 વર્ષિય અંજુબેન નાયકના લગ્ન 15 વર્ષ અગાઉ હાલોલ નજીક ખાખર ફળિયા ખાતે રહેતા મફતભાઈ નાયક સાથે થયા હતાં. આ દરમિયાન તેઓને સંતાનમાં એક દીકરો અને એક દીકરી છે. ત્યારબાદ તેમનો પતિ ગામની અન્ય મહિલાને લઈને નાસી છૂટતા મહિલાએ 11 વર્ષ અગાઉ આલમગીર ગામે રહેતા અને ખેત મજૂરીનું કામ કરતા નટુભાઈ નાયક સાથે લગ્ન કર્યા હતા.

મારી સામે બોલે છે કહીને પતિએ સળગાવી

આ સમયે દીકરો માતા સાથે રહેતો હતો અને દીકરી મામા સાથે રહેતી હતી. દરમિયાન ગઇકાલે પત્નીએ પતિને જણાવ્યું હતું કે મારે દિવાળી કરવા પિયરમાં જવું છે જેથી ઉશ્કેરાયેલા પતિએ અપશબ્દો બોલી ઝઘડો કર્યો હતો અને મારી સામે બોલે છે તેમ કહી પતિએ કેરોસીન કેરોસીન છાંટી દિવાસળીથી આગ ચાંપી દીધી હતી જેથી આગની જ્વાળાઓ સાથે પત્ની બૂમાબૂમ કરતા પાડોશીઓ અને દીકરો દોડી આવી પાણી નાખી આગને બુઝાવી હતી. આગમાં મહિલા ગંભીર રીતે દાઝી જતાં તેને 108 એમ્બ્યુલન્સ મારફતે સયાજી હોસ્પિટલ ખસેડવામાં આવી હતી જ્યાં. હાલ તેઓ સારવાર હેઠળ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here