સુરત : પ્રેમ લગ્ન કરનારા પતિએ વારંવાર રૂપિયા માંગી પત્ની સાથેના અંગત પળોના ફોટો વાઈરલ કરવાની ધમકી આપી

0
0

વેડ રોડ વિસ્તારમાં રહેતી મહિલાએ પ્રેમ લગ્ન કર્યા હતાં. પરંતુ પતિ પત્નીની બન્ને સાથે ન રહેતા માતા પિતા સંમત થાય ત્યારે સાથે રહેવાનું નક્કી કર્યું હતું. બાદમાં પતિ અવારનવાર પત્ની પાસેથી રૂપિયાની એક યા બીજા કારણોસર માંગ કરતો હતો. બેંકમાં નોકરી કરતી પત્ની રૂપિયા આપતી પરંતુ જ્યારે પરત માંગતી ત્યારે પતિ ગુસ્સે થઈ જતો માર મારતો અને ગાળો ભાંડતો હતો અને અંગત પળોના વીડિયો ફોટો સોશિયલ મીડિયામાં વાઈરલ કરી દેવાની ધમકી આપતો હતો. જેથી પરણિતાએ મહિલા પોલીસ સ્ટેશનમાં પતિ વિરૂધ્ધ ફરિયાદ આપતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

બેંકમાં પરિચય થયા બાદ લગ્ન માટે ધમકી આપી

મહિલાએ તેના પતિ જીતેન્દ્ર કરશન મકવાણા વિરૂધ્ધ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી છે. જેમાં મહિલાની મુલાકાત જીતેન્દ્ર સાથે બેંક ખાતુ ખોલાવવા જતી વખતે થઈ હતી. બાદમાં મહિલા પણ બેંકમાં જીતેન્દ્ર સાથે નોકરી કરવા લાગી હતી. આ દરમિયાન બન્ને વચ્ચે મિત્રતા બંધાઈ હતી. જીતેન્દ્ર મહિલાને લગ્ન કરવા દબાણ કરતો અને મહિલા તેમ ન કરે તો હાથની નસ કાપીને આપઘાત કરી લેવાની ધમકી આપતો હતો.

લગ્ન બાદ પતિ-પત્ની પોત પોતાના ઘરે રહેતા હતા

જીતેન્દ્ર મકવાણા ધમકી આપ્યા બાદ એકવાર મહિલાને વકીલને ઓફિસ લઈ ગયો હતો. બન્ને 23-11-2017ના રોજ લગ્ન કર્યા હતા અને ઘરના વડીલો સમંત થાય ત્યારબાદ મહિલા સાસરે જશે તેવું નક્કી થયું હતું. બન્નેની જ્ઞાતિ અલગ અલગ હોવાથી આ રીતે નક્કી કરવામાં આવ્યું હતું. જો કે, લગ્ન બાદ પતિ જીતેન્દ્ર મકવાણાએ પોત પ્રકાશવાનું શરૂ કરી દીધું હતું. મહિલાને તેની ઓફિસે જઈને ગાળો આપવી અને તેની ફ્રેન્ડના ઘરે લઈ જઈને શારીરિક સંબંધ બાંધવા મજબૂર કરી હતી.

પતિએ રૂપિયાની માંગ શરૂ કરી

લગ્ન બાદ મહિલા પાસેથી જીતેન્દ્ર મકવાણા અલગ અલગ બહાના કાઢીને રૂપિયા માંગતો હતો. 6-6-2018ના રોજ જીતેન્દ્ર મકવાણાએ એક લાખ રૂપિયા બે માસ માટે માંગ્યા હતાં. મહિલા પાસે એટલા રૂપિયા નહોતા બચતના રૂપિયા આપ્યા હતાં. તે પરત માંગતા જીતેન્દ્રનો સવભાવ બદલાઈ ગયો હતો. કારણ વગર ઝઘડો કરીને માર મારતો હતો.

ફોટો વીડિયો વાઈરલ કરવાની ધમકી આપી

જીતેન્દ્ર મકવાણાએ મહિલાને રૂપિયા આપવાની જગ્યાએ ફોન ઉપાડવાનું અને મળવાનું બંધ કરી દીધું હતું. મહિલા તેના સાસરે ગઈ અને તેના સાસુ સસરાને વાત કરી હતી. તો તેમણે પણ ઘરમાં રાખવાની ના પાડી દીધી હતી ત્યારબાદ જીતેન્દ્ર મકવાણા મહિલાના કામકાજના સ્થળે પહોંચી ગયો અને ગાળો આપી ઝઘડો કરવા લાગ્યો હતો. જાહેર રસ્તા પર હાથ ઉપાડી મારઝૂડ કરી હતી. સાથે જ ફોટો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ કરવાની ધમકી આપી હતી. જેથી મહિલાએ તેના પતિ વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here