હૈદરબાદનું NGO રખડતા શ્વાન માટે ફ્લોરોસન્ટ કોલર્સ બનાવી મહિલાઓને રોજગારી આપે છે

0
2

રસ્તા પર રખડતા શ્વાનને મરતા બચાવવા માટે હૈદરાબાદનું એક NGO ‘કોલર અપ’ ફ્લોરોસન્ટ કોલર્સ બનાવે છે. મોટાભાગનાં શ્વાન રાતનાં અંધારામાં કાર સામે આવીને મોતને ભેટે છે. આ રિફ્લેક્ટિવ કોલરથી NGO રખડતા શ્વાનને બચાવવાના પ્રયત્નો કરી રહ્યું છે. આ NGOના ફાઉન્ડર કહ્યું, આ કોલર લાઈટ વેટ મટિરિયલમાંથી બન્યા છે અને તે પશુઓ માટે સુરક્ષિત છે. આ કોલર પહેરાવ્યા પછી ડ્રાઈવિંગ કરનારાને ડોગ્સ દૂરથી જ દેખાઈ જશે.

ફ્લોરોસન્ટ બેલ્ટ બનાવવાનું કામ મહિલાઓનું ગ્રુપ કરે છે. આ મહિલાઓ ગ્રામીણ ક્ષેત્રોમાં લઘુ ઉદ્યોગનું સંચાલન કરીને પરિવારને મદદ કરે છે. તેમને રોજગાર પણ મળે છે અને મહિલા સશક્તિકરણની સારું ઉદાહરણ પણ પ્રસ્તુત કરી થી છે. મહામારી દરમિયાન આત્મનિર્ભર રહેવા માટે આ NGOથી મહિલાઓને ઘણી મદદ મળી.

ચૈતન્યને આજે પણ તે દિવસ યાદ છે જ્યારે પોતાની કારથી એક સ્ટ્રીટ ડોગનો જીવ બચાવવા જતા તેના મિત્રનો રોડ એક્સિડન્ટ થયો અને મિત્રએ દુનિયાને અલવિદા કહ્યું. આ NGO માત્ર શ્વાન જ નહિ પણ ગાય અને ભેંસને બચાવવાના પ્રયત્નો પણ કરી રહ્યું છે. દેશના અલગ-અલગ 36 શહેરમાં NGOનું કામ ચાલુ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here