હૈદરાબાદે દિલ્હીને 88 રને હરાવ્યું : IPLમાં કેપિટલ્સ સામે સનરાઇઝર્સની સૌથી મોટી જીત, પ્લે-ઓફની રેસમાં જીવંત રહ્યું.

0
0

IPL 2020ની 47મી મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદે દિલ્હી કેપિટલ્સને 88 રને હરાવ્યું છે. દિલ્હીની ટીમ દુબઈ ખાતે 220 રનનો પીછો કરતા 19 ઓવરમાં 131 રનમાં ઓલઆઉટ થઇ હતી. આ દિલ્હી સામે હૈદરાબાદની સૌથી મોટી જીત છે. આ પહેલા આ સીઝનની 11મી જ મેચમાં હૈદરાબાદ 15 રને જીત્યું હતું. આ મેચ જીતીને હૈદરાબાદ 10 પોઈન્ટ્સ સાથે પોઈન્ટ્સ ટેબલમાં છઠ્ઠા સ્થાને પહોંચી ગયું છે. જ્યારે દિલ્હી પોઈન્ટ્સ ટેબલમાં ત્રીજા સ્થાને જતું રહ્યું છે. મુંબઈ અને બેંગલોર 14 પોઈન્ટ્સ સાથે અનુક્રમે પ્રથમ અને બીજા સ્થાને છે. દિલ્હીના પણ 14 જ પોઈન્ટ્સ છે, પરંતુ નેટ રનરેટ ત્રણેય ટીમોમાં સૌથી ઓછી છે.

દિલ્હી લીગમાં સતત ત્રીજી મેચ હાર્યું છે. રનચેઝમાં તેમના માટે ઋષભ પંતે સર્વાધિક 36 રન કર્યા હતા. જ્યારે અજિંક્ય રહાણેએ 26 અને શિમરોન હેટમાયરે 16 રનનું યોગદાન આપ્યું હતું. હૈદરાબાદ માટે રાશિદ ખાને 3, નટરાજન અને સંદીપ શર્માએ 2-2, જ્યારે શાહબાઝ નદીમ, જેસન હોલ્ડર અને વિજય શંકરે 1-1 વિકેટ લીધી.

રાશિદે એક જ ઓવરમાં રહાણે અને હેટમાયરને આઉટ કર્યા

શિમરોન હેટમાયર 16 રને રાશિદ ખાનની બોલિંગમાં બોલ્ડ થયો હતો. તે પછી અજિંક્ય રહાણે રાશિદની બોલિંગમાં lbw થયો હતો. રહાણેએ 19 બોલમાં 3 ફોર અને 1 સિક્સની મદદથી 26 રન કર્યા હતા.

શ્રેયસ ઐયર શંકરની બોલિંગમાં વિલિયમ્સનના હાથે કેચ આઉટ થયો હતો. તેણે 12 બોલમાં 7 રન કર્યા હતા.તે પછી અક્ષર પટેલ 1 રને રાશિદની બોલિંગમાં કાઉ કોર્નર પર સબ્સ્ટિટયૂટ પ્રિયમ ગર્ગ દ્વારા કેચ આઉટ થયો હતો.

દિલ્હીએ 14 રનમાં 2 વિકેટ પડી
શિખર ધવન શૂન્ય રને સંદીપ શર્માની બોલિંગમાં મીડ-ઓફ પર વોર્નરના હાથે કેચ આઉટ થયો હતો. તે પછી માર્કસ સ્ટોઈનિસ 5 રને શાહબાઝ નદીમની બોલિંગમાં મીડ-ઓફ પર વોર્નરના હાથે કેચ આઉટ થયો હતો.

હૈદરાબાદે 220 રનનો ટાર્ગેટ આપ્યો
સનરાઇઝર્સ હૈદરાબાદે દિલ્હી કેપિટલ્સ સામે હૈદરાબાદ ખાતે 20 ઓવરમાં 2 વિકેટે 219 રન કર્યા છે. સનરાઇઝર્સ માટે વિકેટકીપર રિદ્ધિમાન સાહાએ 87, ડેવિડ વોર્નરે 66 અને મનીષ પાંડેએ 44* રનનું યોગદાન આપ્યું. દિલ્હી માટે એનરિચ નોર્ટજે અને રવિચંદ્રન અશ્વિને 1-1 વિકેટ લીધી. આ પહેલા સીઝનમાં આ ગ્રાઉન્ડ પર પંજાબે બેંગલોરને 207 રનનો ટાર્ગેટ આપ્યો હતો.

સાહાની લીગમાં 7મી ફિફટી
રિદ્ધિમાન સાહાએ લીગમાં પોતાની 7મી ફિફટી ફટકારતા 45 બોલમાં 87 રનની શાનદાર ઇનિંગ્સ રમી. તેણે પોતાની ઇનિંગ્સ દરમિયાન 12 ફોર અને 2 સિક્સ મારી. તે એનરિચ નોર્ટજેની બોલિંગમાં મીડ-ઓફ પર શ્રેયસ ઐયરના હાથે કેચ આઉટ થયો હતો.

વોર્નરે IPLમાં 47મી ફિફટી મારી, સાહા સાથે 107 રનની ભાગીદારી કરી
ડેવિડ વોર્નરે પોતાના IPL કરિયરની 47મી ફિફટી ફટકારતા 34 બોલમાં 8 ફોર અને 2 સિક્સની મદદથી 66 રન કર્યા હતા. તે અશ્વિનની બોલિંગમાં અકેસ્ટ્રા કવર પર અક્ષરના હાથે કેચ આઉટ થયો હતો. તેણે સાહા સાથે પ્રથમ વિકેટ માટે 107 રનની ભાગીદારી કરી.

IPL 2020માં પાવરપ્લેમાં સૌથી વધુ સ્કોર:

  • 77/0 SRH vs DC, દુબઈ (આજે)
  • 69/1 RR vs KXIP, શારજાહ
  • 63/0 DC vs RCB, દુબઈ
  • 60/0 KXIP vs RR, શારજાહ
  • 60/0 CSK vs KXIP, દુબઈ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here