હૈદરાબાદ : ફુલ સ્પીડમાં ટર્ન લેતી કારે બાઇકચાલકને ઉલાળ્યો

0
0

અકસ્માતના આ દૃશ્ય હૈદરાબાદના છે. અહીં મેડિપલ્લી વિસ્તારમાં ફુલ સ્પીડમાં આવતાં કારચાલકે ટર્ન લેતી વખતે બાઇકચાલકને જોરદાર ટક્કર મારી હતી. આ સમગ્ર ઘટના રોડ પર લાગેલા CCTV કૅમેરામાં કેદ થઈ ગઈ હતી. જેમાં જોઈ શકાય છે કે, ત્રણ રસ્તા પર સામેની સાઇડથી એક બાઇકચાલક આવી રહ્યો છે, બીજી તરફથી ફુલ સ્પીડમાં એક કાર આવી રહી છે. કારચાલક ટર્ન લેતી વખતે બાઇકચાલકને ટક્કર મારી દે છે. કારની ટક્કરે યુવક રોડ પર ધસડાઈને દિવાલ સાથે અથડાય છે. આ પછી કારચાલક ત્યાંથી ભાગી જાય છે. જોકે, આસપાસના લોકો દોડી આવે છે અને ગંભીર રીતે ઘાયલ યુવકને હોસ્પિટલ પહોંચાડે છે. આ અકસ્માત અંગે પોલીસે ફરિયાદ નોંધી આરોપી કારચાલકની તપાસ હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here