હૈદરાબાદ : કપલે 4 લાખ રૂપિયા ખર્ચીને રસ્તા પરના 2000 ખાડા પૂર્યા

0
1

દેશમાં ઠેર-ઠેર રસ્તા પર ખાડાઓને લીધે અનેક લોકો દર વર્ષે અકસ્માતમાં જીવ ગુમાવે છે. હૈદરાબાદનું કપલ આ ખાડા ભરીને લોકોનું અમૂલ્ય જીવન બચાવવાના પ્રયત્નો કરી રહ્યા છે. આ કપલે તેના પ્રયત્નોથી દરેકનું ધ્યાન ખેંચ્યું છે.

પેન્શનનાં રૂપિયાથી ખાડા પૂરે છે
ગંગાધર તિલક કટનામ અને તેમની પત્ની વેંકટેશ્વરી કટનામ છેલ્લા 11 વર્ષથી આ કામ કરે છે. ગંગાધર નિવૃત્ત રેલવે એન્જિનિયર છે. ગંગાધરની ઉંમર 73 વર્ષ છે અને તેની પત્નીની ઉંમર 64 વર્ષની છે. આ કપલ હૈદરાબાદના રસ્તાઓ રીપેર કરવાનું કામ કરે છે. જોવાની વાત તો એ છે કે, આ કામ માટે તેઓ પોતાના દર મહિનાના પેન્શનના રૂપિયામાંથી ખર્ચ કરે છે. અત્યાર સુધી તેઓ 4 લાખ રૂપિયા ખર્ચીને 2000 જેટલા ખાડા ભરી ચૂક્યા છે.

35 વર્ષ સુધી રેલવેમાં નોકરી કરી
પોતાના આ કામ વિશે ગંગાધરે કહ્યું, રેલવેમાંથી નિવૃત્ત થયા પછી મેં આ કામની શરુઆત કરી. મેં રસ્તાની ખરાબ હાલત વિશે ઘણા અધિકારીઓને પણ વાત કરી પણ મને કોઈ જગ્યાએથી સારો રિસ્પોન્સ ના મળ્યો. આથી મેં પત્ની સાથે ખાડા ભરવાનું કામ શરુ કર્યું. આ કપલને સ્થાનિકો રસ્તાના ડૉક્ટર કહે છે. આ કામ કર્યા પહેલાં ગંગાધરે 35 વર્ષ સુધી રેલવેમાં નોકરી કરી હતી. એ પછી તેઓ એન્જિનિયર તરીકે એક સોફ્ટવેર કંપનીમાં કામ કરવા લાગ્યા. કપલે એક શ્રમદાન નામની સંસ્થા પણ શરુ કરી છે. આ સંસ્થામાં કોઈ પણ વ્યક્તિ ખાડા પૂરવા માટે રકમ ડોનેટ કરી શકે છે.

આ કપલ હાલ સોશિયલ મીડિયા પર ચર્ચાનું કેન્દ્ર બની ગયું છે. આટલી ઉંમરે પણ તેમનું કામ જોઇને યુઝર્સ વખાણ કરી રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here