બુકિંગ : લોકડાઉનમાં પણ હ્યુન્ડાઇ ક્રેટાનું રેકોર્ડ બ્રેક બુકિંગ, 20 હજાર યૂનિટ્સ વેચાઈ ગયાં

0
6

દિલ્હી. નવી હ્યુન્ડાઇ ક્રેટા ભારતમાં આ થયેલી આ વર્ષની મોટી કાર લોન્ચિંગમાંની એક છે. આ કારની લોકપ્રિયતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે નવી હ્યુન્ડાઇ ક્રેટાને 20,000 બુકિંગ મળી ગયા છે. ખાસ વાત એ છે કે સેકન્ડ જનરેશન ક્રેટાનું બુકિંગ લોકડાઉન દરમિયાન પણ અટક્યું નહીં. માર્ચમાં થયેલા લોન્ચિંગ પહેલા આ કારને 14 હજારની પ્રિ-બુકિંગ મળ્યાં હતાં અને હવે આ આંકડો 20 હજારને પાર કરી ગયો છે.

લોકડાઉનમાં 75% બુકિંગ માત્ર ક્રેટાનું

હ્યુન્ડાઇ મોટર ઇન્ડિયાના ડાયરેક્ટરે જણાવ્યું કે, અમને ક્રેટા માટે લગભગ 20,000 બુકિંગ મળ્યા છે. લોકડાઉન શરૂ થયું ત્યાં સુધીમાં 18,000 બુકિંગ મળી ગયાં હતાં. સારી વાત એ છે કે લોકડાઉન દરમિયાન પણ તેની લોકપ્રિયતા ઓછી થઈ નથી. મને એ કહેતા આનંદ થાય છે કે અમને લોકડાઉનમાં મળેલા કુલ બુકિંગમાંથી 75% ક્રેટાનું છે. બુકિંગ શરૂ થયાના એક અઠવાડિયાંમાં જ ક્રેટાએ 10,000 યૂનિટ્સનો આંકડો પાર કરી દીધો હતો. હ્યુન્ડાઇએ 2 માર્ચથી નવી ક્રેટા બુક કરવાનું શરૂ કર્યું હતું. આ કારની બુકિંગ અમાઉન્ટ 25 હજાર રૂપિયા છે.

એન્જિન ડિટેલ્સ

2020 હ્યુન્ડાઇ ક્રેટા 5 વેરિઅન્ટ E, EX, S, SX, SX (O)માં આવે છે. તેમાં એન્જિનના ત્રણ ઓપ્શન આપવામાં આવ્યા છે. 1.5 લિટર પેટ્રોલ એન્જિન 113 bhp પાવર અને 144 Nm ટોર્ક જનરેટ કરે છે. આ ઓટોમેટિક ટ્રાન્સમિશન સાથે પણ આવે છે. તેનું 1.4 લિટર ટર્બો પેટ્રોલ એન્જિન 138 bhp પાવર અને 242 Nm ટોર્ક જનરેટ કરે છે.  ઉપરાંત, ત્રીજું 1.5 લિટર ટક્બોચાર્જ્ડ ડીઝલ એન્જિન 113 bhp પાવર અને 250 Nm ટોર્ક જનરેટ કરે છે. ત્રણેય એન્જિન 6 સ્પીડ મેન્યુઅલ ગિયરબોક્સથી સજ્જ છે. 12% વેરિઅન્ટ બુકિંગ ટર્બો પેટ્રોલ અને 55% બુકિંગ BS6 ડીઝલ વેરિન્ટને મળ્યાં છે. નવી હ્યુન્ડાઇ ક્રેટાની કિંમત 9,99 લાખ રૂપિયાથી લઇને 17.20 લાખ રૂપિયા વચ્ચે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here