હ્યુન્ડાઇએ પહેલીવાર નેક્સ્ટ જનરેશન i20નો ફર્સ્ટ લુક રિલીઝ કર્યો, એડવાન્સ્ડ ફીચર્સથી સજ્જ આ કાર પેટ્રોલ અને ડીઝલ એન્જિનમાં લોન્ચ થશે

0
0

હ્યુન્ડાઇ મોટર ઇન્ડિયા લિમિટેડે ડોમેસ્ટિક માર્કેટ માટે થર્ડ જનરેશન i20નો ફર્સ્ટ ડિઝાઇન સ્કેચ શોકેસ કર્યો છે. તેને બ્રાંડ દ્વારા વૈશ્વિક સ્તરે અપનાવવામાં આવેલી ‘સેન્સસ સ્પોર્ટીનેસ’ સ્ટાઇલિંગ ફિલોસોફીને ધ્યાનમાં રાખીને ડિઝાઇન કરવામાં આવી છે. પ્રીમિયમ હેચબેક આવતા અઠવાડિયાંમાં નવી ડિઝાઇન અને નવા ઇન્ટિરિયર સાથે ભારતમાં લોન્ચ કરવામાં આવશે.

નવી હ્યુન્ડાઇ i20 ડીલર યાર્ડમાં આવવાની શરૂ થઈ ગઈ છે. ઘણીવાર આ કાર ટેસ્ટિંગ દરમિયાન પર ભારતના રસ્તા પર સ્પોટ થઈ ચૂકી છે. ઓલ ન્યૂ i20 એ ઓલ્ડ કોન્ટિનન્ટમાં છેલ્લાં કેટલાક મહિનાઓથી વેચવામાં આવી રહેલી યુરો-સ્પેક i20 પર આધારિત છે.

એક્સટિરિયરમાં અનેક ફેરફાર જોવા મળશે

  • રિપોર્ટ્સમાં કહેવામાં આવી રહ્યું છે કે, નવી i20 પ્રીમિયમ હેચબેક સ્પેસમાં ફરીવાર એક બેંચમાર્ક સ્થાપિત કરી શકે છે કારણ કે, તેની અંદર પ્રીમિયમ ઇન્ટિરિયર જોવા મળશે. ટીઝર સ્કેચમાં જોઈ શકાય છે કે 5 સીટર હેચબેકમાં વધારે અગ્રેસિવ એક્સટિરિયર ડિઝાઇન જોવા મળે છે. ફર્ંટમાં રિ-ડિઝાઇન હેક્સાગોનલ ફ્રંટ ગ્રિલ આપવામાં આવી છે, જેમાં હેન્ડલેમ્પ ક્લસ્ટરને ઇન્ટિગ્રેટ કરવામાં આવી છે.
  • ઇન્ટિગ્રેટેડ LED ડે ટાઇમ રનિંગ લાઇટ્સ સાથે શાર્પર પ્રોજેક્ટર હેડલાઇટ્સ, નવી ડિઝાઇન કરેલા ફ્રંટ બંપર જોવા મળે છે. જેની સાથે કિનારા સુધી ફેલાયેલા ફોગ લેમ્પને ટ્રાયન્ગ્યુલર બ્લેક હાઉસિંગ સાથે જોડવામાં આવ્યા છે. ટીઝરની અન્ય હાઇલાઇટ્સમાં બ્લેક રૂફ સાથે ડ્યુઅલ ટોન અપિયરન્સ અને પાતળા વિંગ મિરર્સ સામેલ છે.
  • આ ઉપરાંત, મોટી વિન્ડશિલ્ડ, સ્પોર્ટીયર કટ અને ક્રીઝ, પ્રમિનન્ટ કેરેક્ટર લાઇન્સ, નવું હૂડ સ્ટ્રક્ચર અને નવાં પૈડાં જોઈ શકાય છે. પાછળના ભાગમાં નવી I20માં Z શેપ્ડ સિગ્નેસર સાથે LED ટેલલેમ્પ્સ, હ્યુન્ડાઇ અને i20 બેજ, રિ-સ્ટાઇલ્ડ બંપર જોવા મળે છે.

ઇન્ટિરિયર એડવાન્સ્ડ ફીચર્સથી સજ્જ હશે

  • ઇન્ટિરિયરમાં નવું ડેશબોર્ડ, સેન્ટર કંસોલ, ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ, નવું મલ્ટિ-ફંક્શનલ સ્ટિયરીંગ વ્હીલ, એપલ-કારપ્લે, એન્ડ્રોઇડ-ઓટો અને બ્લુ લિંક કનેક્ટિવિટી સાથે ફ્રી-સ્ટેન્ડિંગ હોરિઝોેન્ટલ ઓરિઅન્ટેડ ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ, ઓટોમેટિક ક્લાયમેટ કન્ટ્રોલ, ક્રૂઝ કંટ્રોલ, ક્રોમ એક્સેન્ટ્સ, સનરૂફ, વાયરલેસ ચાર્જર વગેરે જેવાં ફીચર્સ સામેલ છે.
  • કેબિન પર ઓછા ફિઝિકલ બટનનો ઉપયોગ કરીને કંપનીએ અંદર ઉપયોમાં લેવામાં આવતા મટિરિયલની ક્વોલિટીમાં સુધારો કર્યો છે. તે 1.2-લિટર નેચરલ એસ્પિરેટેડ પેટ્રોલ અને 1.0-લિટર થ્રી સિલિન્ડર ટર્બો પેટ્રોલ અને મેન્યુઅલ અને ઓટોમેટિક ટ્રાન્સમિશન વિકલ્પો સાથે 1.5-લિટર ડીઝલ એન્જિન સાથે લોન્ચ કરવામાં આવી શકે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here