Friday, April 19, 2024
Homeન્યૂ લોન્ચ : હ્યુન્ડાઈ ગ્રાન્ડ i10 NIOS ભારતમાં લોન્ચ થઈ, પ્રારંભિક કિંમત...
Array

ન્યૂ લોન્ચ : હ્યુન્ડાઈ ગ્રાન્ડ i10 NIOS ભારતમાં લોન્ચ થઈ, પ્રારંભિક કિંમત ₹ 5 લાખ

- Advertisement -

ઓટો ડેસ્કઃ હ્યુન્ડાઇ ગ્રાન્ડ i10 Nios આજે એટલે કે મંગળવારના રોજ ભારતીય બજારમાં લોન્ચ થઈ ગઈ છે. તેની પ્રારંભિક કિંમત 5 લાખ રૂપિયા છે. ગ્રાન્ડ i10 Nios 4 વેરિઅન્ટ લેવલમાં લોન્ચ કરવામાં આવી છે. આ નવી કાર હ્યુન્ડાઇની i10 બ્રાન્ડની થર્ડ જનરેશન કાર છે. તેનો લુક ગ્રાન્ડ i10નાં વર્તમાન મોડલથી અલગ, સ્પોર્ટી અને બોલ્ડ છે. આ કાર 8 કલરમાં ઉપલબ્ધ છે. માર્કેટમાં ગ્રાન્ડ i10 Nios મારુતિ સ્વિફ્ટ અને ફોર્ડ ફિગો જેવી કાર સાથે સ્પર્ધા કરશે.

i10 Niosમાં આપવામાં આવેલાં શાર્પ પ્રોજેક્ટર હેડલેમ્પ્સ, એલઈડી DRL, નવી કેસકેડિંગ ગ્રિલ, બોનટ પર અગ્રેસિવ લાઇન્સ અને નવાં ફોગ લેમ્પ્સ આપવામાં આવ્યાં છે. જે કારનો લુક ગ્રાન્ડ બનાવે છે. કાર પાછળ રેપઅરાઉન્ડ ટેલલાઇટ્સ, રીઅર બંપરમાં ઈન્ટિગ્રેટેડ રિફ્લેક્ટર્સ, ગાડીમાં હ્યુન્ડાઈનો મોટો લોગો અને તેની નીચે NIOS લખ્યું છે. નીચે લાંબી ક્રોમ સ્ટ્રીપ અને જમણી બાજુએ વેરિઅન્ટનો બેઝ છે. નંબર પ્લેટની જગ્યા બંપરમાં છે. X શેપવાળાં C પિલરની ઉપર ‘G i10’ લખ્યું છે. સાઇડમાં આપવામાં આવેલી લાઇન્સ કારના સાઇડ લુકને અટ્રેક્ટિવ બનાવે છે.

ઈન્ટિરિયર
ગ્રાન્ડ i10 Niosનાં ઈન્ટિરિયરમાં વ્હાઇટ-બ્લેક ડ્યુઅલ ટોન ટ્રીટમેન્ટ આપવામાં આવી છે. આ કારમાં એન્ડ્રોઇડ ઓટો અને એપલ કાર પ્લે સાથે 8 ઈંચની ટચસ્ક્રીન ઈન્ફોટેનમેન્ટ સિસ્ટમ, ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ કન્સોલ, 3-સ્પોક મલ્ટિ-ફંક્શન સ્ટીઅરિંગ વ્હીલ, ઓટો ક્લાયમેટ કંટ્રોલ, રીઅર એસી વેન્ટ્સ અને વાયરલેસ ચાર્જર, પુશ બટન સ્ટાર્ટ/સ્ટોપ સાથે સ્માર્ટ કી જેવાં ફીચર્સ પણ મળશે.

સેફ્ટી
સેફ્ટી માટે આ કારમાં રીઅર પાર્કિંગ સેન્સર્સ, ડ્યુઅલ એરબેગ્સ, EBD સાથે ABS (એન્ટિ-લોક બ્રેકિંગ સિસ્ટમ) જેવાં ફીચર્સ આપવામાં આવ્યાં છે.

કિંમત
હ્યુન્ડાઈએ આ નવી કારને 4 વેરિઅન્ટ લેવલ (Era, Magna, Sportz, Asta)માં લોન્ચ કરી છે. મેન્યુઅલ ટ્રાન્સમિશન, AMT અને ડ્યુઅલ ટોન સહિત ગ્રાન્ડ i10 Nios કુલ 8 ઓપ્શનમાં ઉપલબ્ધ છે. તેની કિંમત 5 લાખ રૂપિયાથી શરૂ થઇને 7,99,450 રૂપિયા સુધી છે.

એન્જિન
ગ્રાન્ડ i10 Niosમાં 1.2 લિટર પેટ્રોલ એન્જિન છે, જે 82 bhp પાવર અને 114 Nm ટોર્ક જનરેટ કરે છે. ડીઝલ એન્જિન પણ 1.2 લિટરનું છે, જે 74 bhp પાવર અને 190 Nm ટોર્ક જનરેટ કરે છે. બંને એન્જિન સાથે 5 સ્પીડ મેન્યુઅલ અને ઓટોમેટેડ મેન્યુઅલ ટ્રાન્સમિશન ઉપલબ્ધ છે. પેટ્રોલ એન્જિન BS-6 એમિશન નોર્મ્સ અનુસાર છે.

એવરેજ
પેટ્રોલ એન્જિનમાં એવરેજ મેન્યુઅલ ટ્રાન્સમિશનમાં 20.7 કિલોમીટર અને AMTમાં લિટર દીઠ 20.5 કિલોમીટર છે. ડીઝલ એન્જિનની એવરેજ મેન્યુઅલ અને AMTમાં લિટર દીઠ 26.2 કિલોમીટર છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular