હ્યુન્ડાઈએ MPV સેગમેન્ટની ‘સ્ટારિયા’નું ટીઝર રોલ આઉટ કર્યું

0
6

જો તમે હ્યુન્ડાઈની નવી કાર ખરીદવાનો વિચાર કરી રહ્યા છો તો હ્યુન્ડાઈ તેની સ્ટારિયા MPV લોન્ચ કરવાની તૈયારીમાં છે. આ કાર તમારા માટે સારો ઓપ્શન બની શકે છે. કંપનીએ સ્ટારિયા MPVનું ટીઝર લોન્ચ કર્યું છે. કંપની MPV અર્થાત મલ્ટિ પર્પઝ વ્હીકલ કેટેગરીમાં કાર લોન્ચ કરશે. જોકે તેની લોન્ચિંગ ડેટ પર હજુ પણ સસ્પેન્સ યથાવત છે. કારને પહેલાં સિલેક્ટેડ દેશોમાં જ લોન્ચ કરવામાં આવી શકે છે. તેની શરૂઆત દક્ષિણ એશિયન માર્કેટથી થઈ શકે છે.

હ્યુન્ડાઈએ દાવો કર્યો છે કે, અપકમિંગ વીક્સમાં સ્ટારિયા અને સ્ટારિયા પ્રીમિયમની ડિઝાઈનની માહિતી આપશે. જોકે ટીઝર પ્રમાણે આ કાર ઘણી પ્રીમિયમ નજરે ચડે છે. સાથે જ તેમાં વધારે સ્પેસ જોવા મળી રહી છે. ભારતીય માર્કેટમાં તેની ટક્કર ઈનોવા ક્રિસ્ટાથી થશે.

આવી હશે હ્યુન્ડાઈ સ્ટારિયા

નવી MPV લાઈન અપ કોન્સેપ્ટ ઈમેજિસ એક ‘સ્પેસશિપ’ જેવી હોઈ શકે છે. આ કારમાં પેનારોમિક વ્યૂ વિન્ડો આપવામાં આવી છે. આ કારમાં લોઅર બેલ્ટ લાઈન આપવામાં આવી છે. તેનું ઈન્ટિરિયર વધારે સ્પેશિયસ લાગે છે. મોટી ફેમિલી માટે તે વધારે ઉપયોગી હશે. કારનું કેબિન અને ફીચર્સ ઘણા પ્રીમિયમ હશે.

કારની ફ્રન્ટ પ્રોફાઈલ એકદમ એરોડાયનેમિક છે. કારમાં મોટી ફ્રન્ટ ગ્રિલ આપવામાં આવી છે. કારના બમ્પર પર LED હેડલાઈટ અને ફોગ લેમ્પ મળશે. ગ્રિલ પર હનીકોમ્બ મેશ આપવામાં આવ્યું છે. આ કારના હુડ પર એક લાંબી LED સ્ટ્રિપ લાઈટ પણ આપવામાં આવી છે. તેના લુકને તે સ્ટાઈલિશ બનાવે છે.

કંપનીના જણાવ્યા પ્રમાણે, કેબિનની ઊંચાઈ પ્રીમિયમ કમ્ફર્ટ અને સુવિધા માટે અનુકૂળ છે. હ્યુન્ડાઈ સ્ટારિયામાં મોટી વિન્ડો મળે છે. ટીઝરમાં ORVM પણ જોવા મળી શકે છે. તેમાં પાયલટ સીટ મળી શકે છે. અર્થાત તેના પર પેસેન્જર પોતાના પગ પણ રાખી શકે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here