હ્યુન્ડાઇ મિનિ ઇલેક્ટ્રિક SUV લાવી રહી છે, પહેલા ઇન્ટરનેશનલ માર્કેટમાં અને પછી 2023 સુધીમાં ભારતમાં લોન્ચ થવાની શક્યતા

0
8

ઇલેક્ટ્રિક મોબિલિટીને લઇને હ્યુન્ડાઇ મોટર કંપની પાસે ભવિષ્ય માટે મોટા પ્લાન છે. સાઉથ કોરિયન કાર કંપની વર્ષ 2025 સુધીમાં તેના લાઇનઅપમાં ઓછામાં ઓછા 16 ફુલ્લી ઇલેક્ટ્રિક મોડેલોનો સમાવેશ કરવાનો પ્લાન છે અને આ માટે કંપનીએ ખાસ કરીને BEVs (બેટરી ઇલેક્ટ્રિક વાહનો) માટે Ioniq સબ-બ્રાંડ પણ બનાવી છે. કંપની મિનિ SUVથી શરૂ કરવાની સાથે ભારતમાં પણ નવી EV લોન્ચ કરવાની પ્લાન બનાવી રહી છે.

હ્યુન્ડાઇની મિનિ SUV 2023 સુધીમાં આવી શકે છે

હ્યુન્ડાઇની ઓફિશિયલ ગ્લોબલ EV વ્યૂહરચનામાં કેટલાક મોડેલ્સ સામેલ છે, જે ઇન્ડિયન માર્કેટ માટે આદર્શ હોઈ શકે છે, જેમાં એક B-સેગમેન્ટ SUV (ટાટા નેક્સન EV અને મહિન્દ્રા d-XUV300ની કોમ્પિટિટર) અને નાના A-સેગમેન્ટ CUV (ફોર્ડ ફ્રીસ્ટાઇલ જેવું) સામેલ છે. બીજું મોડેલ ભારત માટે યોગ્ય ઓપ્શન જેવો લાગે છે. આ નવી EV આવવાથી ટાઇમલાઇન તો આપવામાં નથી આવી. પરંતુ આ વર્ષ 2023 સુધીમાં આવી શકે છે. જો કે, કંપનીએ અગાઉ ભારતીય બજારમાં કોના ઇલેક્ટ્રિક SUV લોન્ચ કરી હતી.

ભારત જેવા પ્રાઇસ-સેન્સિટિવ માર્કેટમાં કોઇ વાહનને સ્પર્ધાત્મક કિંમત આપવી બહુ જરૂરી છે. ભારતની સૌથી મોટી ઓટોમોબાઇલ કંપની સુઝુકી આ જ લિમિટેશનને કારણે EV સેગમેન્ટમાં એન્ટ્રી કરવા માટે સંકોચ થઈ રહ્યો છે. એક ઇલેક્ટ્રિક વાહનની કિંમત સમાન પેટ્રોલ અથવા ડીઝલથી ચાલતા વાહનની તુલનામાં ઘણી વધારે હોય છેય

ભારતીય EV ઉત્પાદકો ચીનમાંથી બેટરીની આયાત પર આધારિત હોય છે

EV બેટરી ભારતમાં બનાવવામાં આવતી નથી. તેને આયાત કરવી પડે છે. અત્યારે ભારતના મોટાભાગના EV ઉત્પાદકો ચીનથી બેટરીની આયાત પર આધાર રાખે છે. લોકલ મેન્યુફેક્ચરિંગની સ્થાપનાથી મેન્યુફેક્ચરિંગ કોસ્ટ તો ઘટશે જ પણ સાથે ઇલેક્ટ્રિક વાહનોના ભાવમાં પણ ઘટાડો થશે. એકવાર આવું થાય પછી EV ખરીદવી સસ્તી બનશે.

પહેલા ઇન્ટરનેશનલ માર્કેટમાં આવવાની અપેક્ષા

આપણા દેશમાં EV ઈન્ફ્રાસ્ટ્રક્ચર પણ સતત સુધરી રહ્યું છે અને સરકાર ટેક્સ લાભ અને ઇન્સેન્ટિવ દ્વારા EVની ખરીદદારીને પ્રોત્સાહન આપવાની દિશામાં પણ કામ કરી રહી છે. રિપોર્ટ અનુસાર, ભારતમાં EVની ઓછી માગને જોતાં એવી અપેક્ષા રાખવામાં આવે છે કે હ્યુન્ડાઇ ભારતમાં લોન્ચ કરતાં પહેલાં આ નવી ઇલેક્ટ્રિક CUV કેટલાક ઇન્ટરનેશનલ માર્કેટમાં લોન્ચ કરી શકે છે.

કંપની હાઇ-રેન્જ મોડેલ પણ લોન્ચ કરી શકે છે

લોન્ચ સમયે (2023 સુધીમાં અપેક્ષિત) નવી હ્યુન્ડાઇ ઇલેક્ટ્રિક CUV (ક્રોસ ઓવર યુટિલિટી વ્હીકલ) ટાટાની આગામી HBX ઇલેક્ટ્રિકની સંભવિત પ્રતિસ્પર્ધી હશે. તેની પ્રારંભિક કિંમત આશરે 10 લાખ રૂપિયાની આસપાસ રહેવાની શક્યતા છે. જે લોકો વધુ સારી ડ્રાઇવિંગ રેન્જ ઇચ્છે છે તેમના માટે કંપની હાઇ રેન્જ વેરિઅન્ટ મોડેલ્સ પણ લોન્ચ કરી શકે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here