Tuesday, September 21, 2021
Homeહ્યુન્ડાઇએ ટેક્નિકલ કારણોસર ગાડીઓ રિકોલ કરી, ગ્રાન્ડ i10 અને Xcent મોડલનાં 16,409...
Array

હ્યુન્ડાઇએ ટેક્નિકલ કારણોસર ગાડીઓ રિકોલ કરી, ગ્રાન્ડ i10 અને Xcent મોડલનાં 16,409 યૂનિટ્સ પરત મગાવ્યાં

ઓટો ડેસ્કઃ હ્યુન્ડાઇ તેની બે પ્રીમિયમ કાર ગ્રાન્ડ i10 અને Xcentનાં 16,409 CNG મોડલ્સ રિકોલ કર્યાં છે. કંપનીએ જે 16,409 ગાડીઓ પરત મગાવી છે તે 1 ઓગસ્ટ 2017થી 30 સપ્ટેમ્બર 2019ના સમયગાળા દરમિયાન મેન્યુફેક્ચર થઈ છે. હ્યુન્ડાઇએ કહ્યું કે, CNG ફિલ્ટર અસેમ્બલીમાં ખામી આવવાને કારણે આ કાર્સ રિકોલ કરવામાં આવી છે. આ તમામ કાર્સમાં ફેક્ટરી ફિટેડ CNG કીટ આપવામાં આવી છે.

હ્યુન્ડાઇની રિકોલ નોટિસમાં જણાવાયું છે કે, અસરગ્રસ્ત કાર નોન-ABS (એન્ટિ-લોક બ્રેકિંગ સિસ્ટમ) મોડેલ્સ છે. આવી સ્થિતિમાં, એવી સંભાવના છે કે પાછી બોલાવવામાં આવેલી ગાડીઓ મોટાભાગે ‘પ્રાઇમ મોડલ્સ’, એટલે કે ટેક્સી સર્વિસમાં ચાલતી કાર્સ હશે.

આ 16,409 અસરગ્રસ્ત ગાડીઓને 25 નવેમ્બરથી હ્યુન્ડાઇની વર્કશોપમાં ચેકિંગ માટે બોલાવવામાં આવશે. આ માટે, કંપની ડીલરશીપ દ્વારા ગાડીઓના માલિકોનો સંપર્ક કરશે. વર્કશોપમાં તપાસ કરતાં લગભગ એક કલાકનો સમય લાગશે. જો કારનાં CNG ફિલ્ટર અસેમ્બલીમાં કોઈ ખામી જણાય તો તે સુધારવામાં આવશે. આ માટે ગ્રાહકો તરફથી કોઈ ચાર્જ લેવામાં આવશે નહીં, એટલે કે, કંપની આ ખામી નિઃશુલ્ક ઠીક કરી આપશે.

પાવર
હ્યુન્ડાઇના પ્રાઇમ મોડલ્સ મૂળરૂપે નવી કાર્સનાં જૂનાં વર્ઝન છે. અત્યારે ગ્રાન્ડ i10 અને Xcent ટેક્સી સર્વિસ માટે ઉપલબ્ધ છે. આ કારના CNG મોડલમાં 1.2 લિટર પેટ્રોલ એન્જિન 66.2hp પાવર અને 99Nm ટોર્ક જનરેટ કરે છે. આ એન્જિન 5 સ્પીડ ટ્રાન્સમિશનથી સજ્જ છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments