હ્યુન્ડાઇ વેન્યૂ ભારતની પહેલી IMT ટેક્નોલોજી રજૂ કરનારી ગાડી બની, હવે આ કાર બે પેડલવાળી ક્લચલેસ ટેક્નોલોજીથી સજ્જ

0
15

દિલ્હી. સાઉથ કોરિયાની ઓટોમોબાઇલ કંપની હ્યુન્ડાઇએ ભારતમાં વેન્યૂ લોન્ચ કરીને સૌથી સસ્તું કોમ્પેક્ટ SUV (સ્પોર્ટ યુટિલિટી વ્હીકલ) લોન્ચ કર્યું હતું. આ કારને લોન્ચિંગ થયા બાદ તેને બહુ સારો રિસ્પોન્સમળ્યો છે. આ કનેક્ટેડ SUVને કંપની હવે વધારે એડવાન્સ બનાવવા જઈ રહી છે. કંપનીએ તાજેતરમાં જ આ કાર માટે ઇન્ટેલિજન્ટ મેન્યુઅલ ટ્રાન્સમિશન (IMT) ટેક્નોલોજી રજૂ કરી છે. અહીં ખાસ વાત એ છે કે, વેન્યૂ આ ટેક્નોલોજીથી સજ્જ કંપનીનું પહેલું મોડેલ બની ગયું છે.

ઇન્ટેલિજન્ટ મેન્યુઅલ ટ્રાન્સમિશન ટેક્નોલોજી એટલે શું?

આ ટેક્નોલોજીના ઉપયોગથી ટ્રેડિશનલ મેન્યુઅલ ટ્રાન્સમિશનથી વિપરિત ડ્રાઇવરે સતત ક્લચ પેડલનો ઉપયોગ કરવાની જરૂર નીં રહે. જો કે, આ ટેક્નોલોજીમાં ડ્રાઇવરને ગિયર મેન્યુઅલી બદલવાની પણ સુવિધા રહે છે, જેનાથી તેનો કાર પર કન્ટ્રોલ વધે છે અને તે ડ્રાઇવિંગનો સારો અનુભવ મેળવી શકે છે. IMT ટેક્નોલોજીમાં ડ્રાઇવરને મેન્યુઅલ અને ઓટોમેટિક બંને ટ્રાન્સમિશનનો અનુભવ મળે છે. હ્યુન્ડાઇની IMT ટેકનોલોજીમાં એક ટ્રાન્સમિશન ગિયર શિફ્ટ લિવર છે, જેમાં ઇન્ટેન્સ સેન્સર, હાઇડ્રોલિક એક્ટ્યુએટર અને ટ્રાન્સમિશન કન્ટ્રોલ યૂનિટ આપવામાં આવ્યું છે.

1 લાખથી વધુ ગાડીઓ વેચાઈ ગઈ

હ્યુન્ડાઇ વેન્યૂ ગયા વર્ષે લોન્ચ થઈ હતી અને અત્યાર સુધી આ કારના 1 લાખથી વધુ યૂનિટ વેચાઈ ગયાં છે. હ્યુન્ડાઇ અત્યારે ઇન્ટેલિજન્ટ મેન્યુઅલ ટ્રાન્સમિશન IMT ટેક્નોલોજી રજૂ કરનારી પહેલી ઓટોમોબાઇલ કંપની બની ગઈ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here