ન્યૂ લોન્ચ : હ્યુન્ડાઇ વેન્યૂની સ્પેશિયલ એડિશન Venus Flux લોન્ચ થઈ, ડ્યુઅલ ટોન બ્લેક અને નિયોન ગ્રીન કલરમાં મળશે

0
16

દિલ્હી. હ્યુન્ડાઇ વેન્યૂ કોમ્પેક્ટ ક્રોસઓવરને કંપનીએ નવા લુકમાં રજૂ કરી છે. આ SUVની સ્પેશિયલ એડિશન લોન્ચ કરવામાં આવી છે. કંપનીએ આ એડિશન અત્યારે સાઉથ કોરિયામાં રજૂ કરી છે. તેને Venus Flux એડિશન નામ આપવામાં આવ્યું છે. આ એડિશન દ્વારા કંપની આ કારને સ્પોર્ટી બનાવી છે. વિનસ એડિશન ડ્યુઅલ ટોન બ્લેક અને નિયોન ગ્રીન કલરમાં અવેલેબલ છે. ભારતમાં આ એડિશનનાં લોન્ચિંગ વિશે કોઈ જાણકારી આપવામાં નથી આવી.

કારમાં બ્લેક અને ગ્રીન કલરનું કોમ્બિનેશન
આ એડિશનમાં નવું બંપર, ORVM આપવામાં આવ્યા છે. કારમાં C પિલર્સ પર ‘V’ બેઝ આપવામાં આવ્યો છે. કારમાં હોટ સ્ટેમ્પ્ડ ફ્રંટ ગ્રિલ આપવામાં આવી છે. કારની અંદર કંપનીએ બ્લેક અને ગ્રીન કલરના કોમ્બિનેશનનો ઉપયોગ કર્યો છે. કારમાં ઘણાં એલિમેન્ટ્સને કોન્ટ્રાસ્ટ ગ્રીન ટ્રીટમેન્ટ આપવામાં આવી છે. કારમાં સિન્થેટિક લેધર અપહોલ્સ્ટ્રી ડોર્સના આર્મરેસ્ટ પર આપવામાં આવ્યું છે.

ફીચર્સ
હ્યુન્ડાઇ વેન્યૂનો લુક બોલ્ડ છે અને સાઇડથી તે ક્રેટા જેવી દેખાય છે. જો કે, SUVની ફ્રંટ અને રિઅર સાઇડ ક્રેટા કરતાં એકદમ અલગ છે. તેમાં કેસકેડિંગ ગ્રિલ, સ્પ્લિટ હેડલેમ્પ્સ, પ્રોજેક્ટર ફોગ લેમ્પ્સ, LED ટેલલેમ્પ્સ, 16 ઇંચના ડાયમંડ કટ એલોય વ્હીલ્સ અને સાઇડમાં સ્ટ્રોન્ગ કેરેક્ટર લાઇન્સ આપવામાં આવી છે. વેન્યૂની કેબિનમાં પ્રીમિયમ ફીલ આપવા માટે તેમાં પ્રીમિયમ લેધર કટ ફિનિશ ડેશબોર્ડ અને ફેબ્રિક તેમજ લેધર ફિનિશ સીટ્સ આપવામાં આવી છે. આ SUV 10 કલર ઓપ્શનમાં અવેલેબલ છે.

એન્જિન ડિટેલ્સ
હ્યુન્ડાઇએ તેની આ નાની SUVને ત્રણ એન્જિન ઓપ્શનમાં લોન્ચ કરી છે. તેમાં એક 1.2 લિટર પેટ્રોલ એન્જિન છે, જે 82 bhp પાવર અને 114 Nm ટોર્ક જનરેટ કરે છે. આ એન્જિન 5 સ્પીડ મેન્યુઅલ ગિયરબોક્સથી સજ્જ છે. બીજું 1.4 લિટરનું ડીઝલ એન્જિન છે, જે 89 bhp પાવર અને 220 Nm ટોર્ક જનરેટ કરે છે. તેમાં 6 સ્પીડ મેન્યુઅલ ગિયરબોક્સ છે. ત્રીજું 1.0 લિટર ટર્બોચાર્જ્ડ પેટ્રોલ એન્જિન છે, જે 118 bhp પાવર અને 172 Nm ટોર્ક જનરેટ કરે છે. આ એન્જિન સાથે 6 સ્પીડ મેન્યુઅલ અને 7 સ્પીડ ડ્યુઅલ ક્લચ ઓટોમેટિક ટ્રાન્સમિશનનો ઓપ્શન આપવામાં આવ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here