Monday, September 20, 2021
Homeકેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરની પહેલ, ઇલેક્ટ્રિક કારને પ્રોત્સાહન આપવા હ્યુન્ડાઇની ‘કોના’ કાર...
Array

કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરની પહેલ, ઇલેક્ટ્રિક કારને પ્રોત્સાહન આપવા હ્યુન્ડાઇની ‘કોના’ કાર લઇને સંસદ પહોંચ્યા

ઓટો ડેસ્કઃ ઇન્ડિયન માર્કેટમાં દિવસે ને દિવસે નવી-નવી ઇલેક્ટ્રિક કાર લોન્ચ થઈ રહી છે. ઓટો મોબાઇલ કંપનીઓ ઇલેક્ટ્રિક કારના ઉત્પાદનમાં ઝંપલાવી રહી છે. લોકોને હવે પેટ્રોલ અને એન્જિનની ગાડીઓ છોડી ઇલેક્ટ્રિક કાર્સ ખરીદવા માટે પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. આ અભિયાનમાં કેન્દ્રીય મંત્રી અને ભાજપના સભ્ય પ્રકાશ જાવડેકરે પણ પહેલ કરી છે. પ્રકાશ જાવડેકર આજે હ્યુન્ડાઇની ઇલેક્ટ્રિક કાર ‘કોના’માં સંસદ પહોંચ્યા હતા. આ વિશે તેમણે મેસેજ આપતા કહ્યું કે, ‘પ્રદૂષણ મુક્ત હોવાથી સરકાર ધીરે-ધીરે ઇલેક્ટ્રિક કાર પર સ્વિચ થઈ રહી છે. હું લોકોને અપીલ કરું છું કે પ્રદૂષણ સામે લડવામાં ફાળો આપો- જાહેર પરિવહન, ઇલેક્ટ્રિક વાહનો વગેરેનો ઉપયોગ શરૂ કરો.’

હ્યુન્ડાઇની પ્રથમ ઇલેક્ટ્રિક કાર ‘કોના’
હ્યુન્ડાઇ તેની પહેલી ઇલેક્ટ્રિક SUV કાર ‘કોના’ ઓગસ્ટ મહિનામાં લોન્ચ કરી હતી. આ કાર 25.30 લાખ રૂપિયાની કિંમતે લોન્ચ કરવામાં આવી હતી. પરંતુ હવે આ કારની કિંમત ઘટાડીને 23.90 લાખ રૂપિયા કરી દેવામાં આવી છે. આ કાર સિંગલ ચાર્જમાં 452 કિમી સુધીનું અંતર કાપી શકે છે. હ્યુન્ડાઇ ‘કોના’ 32.9 કિલોવોટની બેટરીથી સજ્જ છે, જે 100 કિમી પ્રતિ કલાકની ઝડપ પકડવામાં માત્ર 9 સેકંડનો સમય લે છે. ‘કોના’ DC ફાસ્ટ ચાર્જરથી ફક્ત 57 મિનિટમાં 80 ટકા ચાર્જ થઈ જાય છે.

લુક
હ્યુન્ડાઈ ‘કોના’ ઈલેક્ટ્રિકનો લુક ઘણોખરો ‘કોના’નાં પેટ્રોલ-ડીઝલ એન્જિનવાળા મોડલ જેવી જ છે. ‘કોના’નાં ઈલેક્ટ્રિક વર્ઝનમાં તમને યૂનિક 17 ઈંચ એલોય વ્હીલ્સ, ઓટોમેટિક હેડલાઇટ્સ, એલઈડી ટેલલાઇટ્સ, પ્લાસ્ટિક બોડી ક્લેન્ડિંગ અને રૂફ સેલ્સ મળશે. ઈન્ડિયન માર્કેટમાં આ ઈલેક્ટ્રિક એસયુવી 4 સોલિડ કલર ઓપ્શન (વ્હાઇટ, સિલ્વર, બ્લુ અને બ્લેક)માં ઉપલબ્ધ છે. આ ઉપરાંત, એક ડ્યુઅલ ટોન કલર ઓપ્શન (વ્હાઇટ સાથે બ્લેક) પણ આપવામાં આવ્યો છે, જેના માટે 20 હજાર રૂપિયા વધારે આપવા પડશે.

ફીચર્સ
‘કોના’નું ઈન્ટિરિયર બ્લેક કલરમાં છે. તેમાં 10-વે પાવર અડજસ્ટેબલ ડ્રાઇવર સીટ, ફ્રંટ વેન્ટિલેટેડ અને હીટેડ સીટ્સ, લેધર ફિનિશ સ્ટિયરિંગ વ્હીલ, વાયરલેસ ફોન ચાર્જર અને એન્ડ્રોઇડ ઓટો તેમજ એપલ કાર પ્લે સાથે 7 ઈંચનું ટચસ્ક્રીન ઈન્ફોટેનમેન્ટ સિસ્ટમ જેવાં ફીચર્સ આપવામાં આવ્યાં છે. આ ઉપરાંત, આ ઈલેક્ટ્રિક એસયુવીમાં તમને ઈલેક્ટ્રિક સનરૂફ, પાવર વિન્ડો, ઓટોમેટિક ક્લાઇમેટ કન્ટ્રોલ, ક્રૂઝ કન્ટ્રોલ અને પુશ બટન સ્ટાર્ટ વગેરે જેવાં ફીચર્સ પણ છે.

સેફ્ટી
ઈલેક્ટ્રિક કાર ‘કોના’માં 6 એરબેગ્સ, EBD સાથે ABS, ઈલેક્ટ્રોનિક સ્ટેબિલિટી કન્ટ્રોલ, હિલ આસિસ્ટ, ગાઇડ લાઇન્સ સાથે રીઅર કેમેરા અને ટાયર પ્રેશર મોનિટરિંગ સિસ્ટમ વગેરે જેવાં ફીચર્સ મળશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments