Tuesday, December 7, 2021
Homeકન્ફર્મ : હ્યુન્ડાઇની Tuscon કાર 14 જુલાઈએ લોન્ચ થશે, નવું ડેશબોર્ડ અને...
Array

કન્ફર્મ : હ્યુન્ડાઇની Tuscon કાર 14 જુલાઈએ લોન્ચ થશે, નવું ડેશબોર્ડ અને ફ્રી-સ્ટેન્ડિંગ ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ મળશે

દિલ્હી. નવી Hyundai Tuscon ઇન્ડિયન માર્કેટમાં 14 જુલાઈએ લોન્ચ થશે. Tuscon ફેસલિફ્ટ ફેબ્રુઆરીમાં યોજાયેલા ઓટો એક્સપોમાં શોકેસ થઈ હતી. હ્યુન્ડાઇની આ SUV (સ્પોર્ટ યુટિલિટી વ્હીકલ) બહુ પહેલા જ લોન્ચ થઈ જવાની હતી. પરંતુ કોરોના વાઇરસને કારણે તેનું લોન્ચિંગ મુલતવી રાખવામાં આવ્યું હતું.

ડિઝાઇન

ડિઝાઇન મુદ્દે Tuscon જૂનાં મોડેલ જેવી જ છે. તેમાં બહુ મોટા ફેરફાર કરવામાં નથી આવ્યા. તેની ઓવરઓલ સ્ટાઇલિંગ પહેલા જેવી જ છે. અપડેટેડ મોડેલમાં હ્યુન્ડાઇની નવી કેસ્કેડિંગ ગ્રિલ, નવી હેડલાઇટ અને ટેલલાઇટ યૂનિટ્સ અને રિડિઝાઇન્ડ ફ્રંટ અને રિઅર બંપર આપવામાં આવ્યા છે, જે ફ્રેશ લુક આપે છે.

ઇન્ટિરિયર

કારમાં સૌથી મોટો ફેરફાર ડેશબોર્ડની ડિઝાઇનમાં થયો છે. તેમાં નવી ડિઝાઇનનું ડેશબોર્ડ અને નવી ફ્રી-સ્ટેન્ડિંગ 8 ઇંચની ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ આપવામાં આવી છે. ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ હ્યુન્ડાઇની બ્લુલિંક કનેક્ટેડ કાર ટેક્નોલોજી સાથે આવે છે. નવી Tusconમાં વાયરલેસ સ્માર્ટફોન ચાર્જર, પેનોરમિક સનરૂફ અને ઇલેક્ટ્રિક ફ્રંટ પેસેન્જર સીટ અડજસ્ટમેન્ટ જેવાં ફીચર્સ મળશે.

એન્જિન ડિટેલ્સ

હ્યુન્ડાઇની Tuscon ફેસલિફ્ટમાં પેટ્રોલ અને ડીઝલ બંને એન્જિન ઓપ્શન મળશે. તેમાં 2.0 લિટરનું 4 સિલિન્ડર પેટ્રોલ એન્જિન આપવામાં આવ્યું છે, જે 150hp પાવર અને 192Nm ટોર્ક જનરેટ કરે છે. ડીઝલ મોડેલમાં 2.0 લિટરનું 4 સિલિન્ડર ટર્બો ડીઝલ એન્જિન આપવામાં આવ્યું છે, જે 182hp પાવર અને 400Nm ટોર્ક જનરેટ કરે છે. પેટ્રોલ એન્જિન સાથે અગાઉનું 6 સ્પીડ ઓટોમેટિક ગિયરબોક્સ મળશે, જ્યારે ડીઝલ એન્જિન સાથે નવું 8 સ્પીડ ઓટોમેટિક ગિયરબોક્સ આપવામાં આવ્યું છે. હ્યુન્ડાઇ Tuscon ફેસસિફ્ટની માર્કેટમાં ટક્કર જીપ કંપસ અને હોન્ડા CR-V સાથે થશે. અપડેટેડ મોડેલની કિંમતમાં વધારો થવાની શક્યતા છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments