વડોદરા : હું પણ કોરોના વોરિયર અભિયાનમાં સેલિબ્રિટીએ મુખ્યમંત્રી સાથે વીડિયો કોન્ફરન્સી સંવાદ કર્યો

0
0
  • શિક્ષણવિદ તેજલ અમીન અને આંતર રાષ્ટ્રીય ક્રિકેટર ઇરફાન પઠાણે સંવાદ કર્યો
  • વારંવાર હાથ ધોવા જેવી બાબતોને જીવનમાં વણી લઈ તકેદારી રાખવા સૂચન

ઈરફાન પઠાણે મુખ્મયંત્રી સાથે વીડિયો કોન્ફરન્સ સંવાદમાં વિટામીન પર ભાર મુક્યો હતો.

વડોદરા. હું પણ કોરોના વોરિયર અભિયાન શરૂ કરાવતા મુખ્યમંત્રીએ સમાજની વિવિધ પ્રતિભાઓ સાથે વીડિયો કોન્ફરન્સથી સંવાદ કર્યો હતો.જેમાં વડોદરાથી શિક્ષણવિદ અને આંતરરાષ્ટ્રીય ક્રિકેટર ઈરફાન પઠાણ જોડાયા અને તેમણે સીધો સંવાદ કર્યો હતો.

વિટામીન અંગે લોકોમાં જાગૃતિ લાવવી જોઈએ.

વડોદરા થી મુખ્યમંત્રી સાથે શિક્ષણવિદ તેજલ અમીન અને આંતર રાષ્ટ્રીય ક્રિકેટર ઇરફાન પઠાણે સંવાદ કર્યો હતો. તેમણે જણાવ્યું કે, જ્યાં વિટામીન ડી અને સીનું સેવન સારા પ્રમાણમાં થાય છે ત્યાં કોરોનાની અસર ઓછી જોવા મળી છે.એટલે સમાજમાં આ બંને વિટામીનોના સેવનની આદત વધે એવી જાગૃતિ કેળવવા અને કયા ખાદ્ય પદાર્થો આ વિટામીનના સમૃદ્ધ સ્ત્રોત છે એની જાણકારી સરકાર અને સમાજ સાથે મળીને વ્યાપક બનાવે એવું ઇરફાન ભાઈએ ભાર પૂર્વક સૂચન કર્યું હતું.

કોરોના સામે તકેદારીથી જીવતાં શીખવું પડશે.

ઈરફાન પઠાણે વધુમાં જણાવ્યું કે ક્રિકેટર તરીકે હું તડકામાં રમતો હોવા છતાં વિટામિન ડીની ઉણપથી પીડાતો હતો અને વારંવાર માંદો પડી જતો હતો.પછી વિટામિન ડીનું સેવન વધારતાં સારું પરિણામ મળ્યું. તેમણે વાર્તાલાપમાં જણાવ્યું કે, બહાર નીકળતા માસ્ક પહેરવું, સોશીયલ ડિસ્ટન્સ જાળવવું, વારંવાર સાબુથી હાથ ધોવા જેવી તકેદારીઓ દૈનિક જીવનની આદતો બના ને કોરોના સાથે તકેદારી પૂર્વક જીવતાં શીખવું પડશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here