સૈફ અલી ખાનની દીકરી હોવાના ટૅગ પર મને ગર્વ છે : સારા અલી ખાન

0
20

સારા અલી ખાન કહે છે કે તેને સૈફ અલી ખાનની દીકરીના ટૅગ પર ગર્વ છે. કાર્તિક આર્યન સાથેની સારાની ‘લવ આજ કલ’ ૧૪ ફેબ્રુઆરીએ રિલીઝ થવાની છે. સારાએ ‘કેદારનાથ’ સાથે બૉલીવુડમાં એન્ટ્રી કરી હતી. ડૅડી વિશે સારાએ કહ્યું હતું કે ‘પ્રામાણિકપણે કહું તો હું સૈફ અલી ખાનની દીકરી છું. એ બાબત કદી પણ બદલવાની નથી. સૈફની દીકરી હોવાનો મારા પર એક ટૅગ છે. એના પર મને ગર્વ પણ છે. એથી એ ટૅગનું હોવુ સારી વાત છે. જો લોકોને મારું કામ પસંદ હોય તો પણ એ સારી વાત છે. આશા રાખું છું કે મને મારી જાતને સાબિત કરવાની પણ તક મ‍ળે.’

દીકરીની નહીં, પોતાની ફિલ્મ લવ આજ કલનું ટ્રેલર વધુ પસંદ છે સૈફ અલી ખાનને

સારા અલી ખાન અને કાર્તિક આર્યનની ‘લવ આજ કલ’નું ટ્રેલર જોઈને સૈફ અલી ખાનને પોતાની ‘લવ આજ કલ’નું ટ્રેલર યાદ આવી ગયુ અને કહ્યું કે તેને પોતાની ફિલ્મનું ટ્રેલર વધુ પસંદ છે. સૈફ અલી ખાન અને દીપિકા પાદુકોણે ૨૦૦૯માં આવેલી ‘લવ આજ કલ’માં કામ કર્યું હતું. આ ફિલ્મની સીક્વલમાં સૈફની દીકરી સારા અલી ખાન અને કાર્તિક આર્યને કામ કર્યું છે. આ વિશે સૈફ અલી ખાને કહ્યું હતું કે ‘મને આજે પણ ‘લવ આજ કલ’નું શૂટિંગ યાદ છે. મને સારા કરતાં મારી ફિલ્મનું ટ્રેલર વધુ પસંદ પડ્યું હતું. એથી વધુ શું કહું, પરંતુ હા તેમને શુભેચ્છા આપુ છું.’

દીકરીની ‘લવ આજ કલ’નું ટ્રેલર જોઈને પોતાની ફિલ્મનાં જુના દિવસો યાદ આવ્યા કે નહીં એ વિશે પૂછતાં સૈફે કહ્યું હતું કે ‘ના એવુ નથી કારણ કે મને ક્યાંક ને ક્યાંક એવુ લાગે છે કે અમારી ફિલ્મ જુના જમાનાની ફિલ્મ નહોતી. સારા સાથે મારી શુભેચ્છા હંમેશાં છે અને તમામ બાબતો માટે રહેવાની છે. તે મારી દીકરી છે. હું ફિલ્મ સાથે જોડાયેલા સૌને શુભેચ્છા આપુ છું.’

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here