છપાકના શૂટિંગ દરમ્યાન દિલ્હીમાં મને કોઈ ઓળખી નહોતું શક્યું : દીપિકા પાદુકો‌ણ

0
19

દીપિકા પાદુકો‌ણે જણાવ્યું હતું કે તે જ્યારે દિલ્હીમાં ‘છપાક’નું શૂટિંગ કરી રહી હતી તો કોઈ તેને ઓળખી શક્યુ નહોતું. મેઘના ગુલઝારની આ ફિલ્મ ઍસિડ-અટૅક સર્વાઇવર લક્ષ્‍મી અગરવાલનાં જીવન પર આધારિત છે. આ ફિલ્મમાં વિક્રાન્ત મૅસી પણ અગત્યની ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મ ૨૦૨૦ની ૧૦ જાન્યુઆરીએ રિલીઝ થવાની છે.

ફિલ્મ માટે દીપિકાએ પ્રોસ્થેટિક મેક અપ કર્યો છે. એથી તેનો આખો લુક જ બદલાઈ ગયો હતો. આથી દીપિકાએ કહ્યું હતું કે ‘હું એટલી તો ખુશ હતી, એટલી તો ખુશ હતી કે જેની કોઈ સીમા નથી કારણ કે લોકો મને ઓળખી નહોતા શક્યા. અમે દિલ્હીમાં શૂટિંગ કરી રહ્યાં હતાં. જોકે બાદમાં એવી ચર્ચા શરૂ થઈ ગઈ હતી કે ફિલ્મનું શૂટિંગ અહીં ચાલી રહ્યુ છે અને હું અહીં છું. શૂટિંગ માટે હું જ્યાં પણ જતી હતી કોઈ મને ઓળખી નહોતું શકતું. લોકો મારી સામે જોતા તો હતા અને મારા ચહેરાને લઈને જાણવાની પણ તેમનામાં તાલાવેલી રહેતી હતી, પરંતુ મને ઓળખી શક્યા નહીં. કેટલાક લોકોને એમ હતું કે શું હું દીપિકા છું કે પછી બીજુ કોઈ. એ મારા માટે એક પ્રકારની મુક્તિ જેવુ જ હતું કારણ કે મને ઓળખી ન શકવાથી હું આ રીતે બહાર નિકળવા માટે સક્ષમ બની હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here