મને લાગે છે કે પચ્ચીસ વર્ષ બાદ સિનેમા હોલ્સ નહીં બચે: નસીરૂદીન

0
7

મુંબઈ:
નસીરુદીન શાહનું માનવું છે કે 25 વર્ષ બાદ સિનેમા હોલ્સનું અસ્તિત્વ નહીં રહે. ડિજીટલ પ્લેટફોર્મના વધતા ચલણને જોતાં નસીરુદીન શાહનું આવું માનવું છે. એવામાં લોકડાઉનને કારણે અનેક ફીલ્મો હવે ઓનલાઈન રિલીઝ કરવામાં આવી રહી છે.

એ વિશે નસીરુદીન શાહે કહ્યું હતું કે ‘આમાં જ ભવિષ્ય છે. મને લાગે છે કે આગામી 25 વર્ષોમાં સિનેમા હોલ્સનું અસ્તિત્વ નહીં રહે. એને શોપીંગ મોલ્સ અથવા તો રેસ્ટોરન્ટમાં બદલવામાં આવશે. લોકો ઘરમાં બેસીને ફિલ્મો જોશે એ જ ભવિષ્ય છે. થિયેટરમાં બેસીને સીટી વગાડવી, તાળીઓ પાડવી અને સ્ક્રીન પર પૈસા ફેંકવા એ બધું ઓનલાઈન પ્લેયફોર્મ પર જોવું ઈન્ટરેસ્ટીંગ રહેશે. હલ્લાબોલ ફીલ્મોનો એક ભાગ છે. આ તો એવું બની જશે કે સ્ટેડીયમમાં એકલા બેસીને આઈપીએલ જોતા હોઈએ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here