મની લોન્ડરિંગ : શરદ પવારે ED ઓફિસ જવાનો નિર્ણય રદ કર્યો, કહ્યું- બેન્ક કૌભાંડ સાથે મારે કોઈ લેવા દેવા નથી

0
0

મુંબઈઃ NCP (રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી) પ્રમુખ શરદ પવારને શુક્રવારે EDની ઓફિસ જવાનો નિર્ણય રદ કર્યો છે. NCP પ્રમુખે કહ્યું કે, હું EDને જણાવવા માંગતો હતો કે,મેં કંપનીમાં કોઈ પદ નથી લીધું, ન તો હું ડાયરેક્ટર હતો. તેમ છતા મારી પર FIR કરાઈ હતી. તેમણે કહ્યું કે, આ કૌભાંડ સાથે મારે કંઈ લેવા દેવા નથી. આ પહેલા સુરક્ષાને ધ્યાનમાં રાખતા EDએ પવારને ઈમેલ કરીને ઓફિસ ન આવવા માટે કહ્યું હતું. ઈડીએ એવું પણ કહ્યું કે, પવારે ક્યારે ઓફિસ આવવાનું રહેશે, તેની પણ સૂચના આપવામાં આવશે.

આ પહેલા મુંબઈના 7 પોલીસસ્ટેશન વિસ્તારમાં કલમ 144 લાગુ કરી દેવાઈ છે. આ પહેલા ગુરુવારે શરદ પવારે તેમના સમર્થકોને અપીલ કરી હતી કે, EDની ઓફિસ સામે એકઠા ન થાય, MSC બેન્ક કેસમાં EDએ પવારનું એન્ફોર્સમેન્ટ કેસ ઈન્ફોર્મેશન રિપોર્ટ (ECIR)માં સામેલ કર્યું હતું. શિવસેનાએ શરદ પવારનો બચાવ કરતા કહ્યું કે, રાજકારણના ભીષ્મપિતામહ સાથે ખોટું થઈ રહ્યું છે.

ટ્વીટ કરીને કાર્યકર્તાઓને મેસેજ આપ્યો
ગુરુવારે શરદ પવારે એક પછી એક ત્રણ ટ્વીટ કર્યા અને પાર્ટીના કાર્યકર્તાઓની અપીલ કરતા કહ્યું કે, આપણે બંધારણનો આદર કરવાવાળા લોકો છીએ, જેથી પોલીસ અને અન્ય સરકારી એજન્સીઓ સાથે તપાસમાં સહયોગ કરશો. એવું કોઈ પણ કામ ન કરતા જેનાથી લોકોને મુશ્કેલી પડે.

પવારને શિવસેનાનું સમર્થન મળ્યું
શિવસેના સાંસદ સંજય રાઉતે કહ્યું કે, પવાર રાજકારણના ભીષ્મ પિતામહ છે. તેમની સાથે ખોટું થઈ રહ્યું છે. મહારાષ્ટ્રમાં પહેલા ક્યારેય બદલાની ભાવનાનું રાજકારણ નથી રમાયું. શરદ પવારે મહારાષ્ટ્ર અને કૃષિ ક્ષેત્રે ઘણી કામગીરી કરી છે. પવાર કરતા અમારી વિરુદ્ધ છે પણ હું એટલું જ કહીશ કે EDએ તેમની સાથે ખોટું કર્યું છે. આ કૌભાંડ અંગે વિધાનસભામાં ચર્ચા કરાઈ હતી, ત્યારે તેમનું ક્યાંય નામ ન હતું. ED આજે ભગવાન કરતા પણ મોટો થઈ ગયું છે? ભગવાન માફ કરી શકે, પણ ED નહીં.

આ તકવાદી રાજનીતિઃ રાહુલ ગાંધી
રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને કહ્યું કે, સરકારના બદલાના રાજકારણનું તાજું ઉદાહરણ શરદ પવારજી છે. રાજ્યમાં ચૂંટણીના ઠીક પહેલા આ પ્રકારની કાર્યવાહી તકવાદી રાજનીતિ તરફ ઈશારો કરે છે.

શું છે સમગ્ર મામલો?
કૌભાંડ સંબંધિત કરવામાં આવેલી ફરિયાદમાં NCP નેતા અને શરદ પવારના ભત્રીજા સિવાય પાર્ટીના નેતા હસન મુશ્રીફ અને કોંગ્રેસ નેતા મધુરક ચવ્હાણ સિવાય બેન્કના અલગ અલગ જિલ્લાઓની શાખાઓના વરિષ્ઠ અધિકારીઓના નામ પણ સામેલ છે. ફરિયાદમાં દાવો કરાયો છે કે 2007 થી 2011 વચ્ચે બેન્કોને અંદાજે એક હજાર કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. આ મામલા અંગે નાબાર્ડ અને મહારાષ્ટ્ર સહકારિતા વિભાગ તરફથી કરાયેલી ફરિયાદમાં બેન્કને થયેલા નુકસાન માટે અજિત પવાર અને બેન્કના અન્ય નિયામકોને જવાબદાર ગણાવ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here