‘મેં માત્ર વિરાટની નબળી પ્રેકિટસ પર કોમેન્ટ કરી’તી’ : ગાવસ્કર

0
5

કિંગ્સ ઇલેવન પંજાબ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે ગુરૂવારે રમાયેલા મેચ દરમિયાન વિરાટ કોહલી અને તેની પત્ની અનુષ્કા શર્મા પર કોમેન્ટ કરીને કોમેન્ટેટર સુનિલ ગાવસ્કર વિવાદમાં આવ્યા છે. અનુષ્કાએ પણ સુનિલની કોમેન્ટ બદલ ગાવસ્કરને સોશિયલ મીડિયા પર આડે હાથ લીધા હતા. હવે તેણે અનુષ્કાને સ્પષ્ટતા કરતો જવાબ આપ્યો છે.

ગાવસ્કરે પોતાનો પક્ષ રજુ કરતા જણાવ્યું કે ‘મેં વિરાટ કોહલીની નિષ્ફળતા માટે ન તો અનુષ્કાને જવાબદાર ગણાવી છે અને ન તો કોઇ પ્રકારની અભદ્ર ટિપ્પણી કરી છે.’ અત્રે ઉલ્લેખનીય છે કે ગાવસ્કરની કોમેન્ટને લઇને સોશિયલ મીડિયા પર તેના વિરૂધ્ધ અભિયાન શરૂ થઇ ગયું છે. અનેક યુઝરે તો તેમને આઇપીએલની કોમેન્ટ્રીમાંથી બહાર કરવાની માંગ સુધા કરી છે.

લોકડાઉન દરમિયાન એક વિડીયો વાયરલ થયો હતો. જેમાં કોહલી પત્ની અનુષ્કા સાથે પ્રેકિટસ કરતો જોવા મળ્યો હતો. આ વિડીયોનો ઉલ્લેખ કરતાં ગાવસ્કરે જણાવ્યુ કે ‘મેં માત્ર એટલું જ કહયું હતું કે અનુષ્કા વિરાટ સામે બોલિંગ કરી છે. તેમાં મેં અનુષ્કાને જવાબદાર ગણાવી ન હતી. મારી કોમેન્ટ માત્ર વિરાટની પ્રેકિટસને લઇને હતી. તેમાં કશું જ અભદ્ર ન હતુ. મારા શબ્દોનો અલગ અર્થ કરવામાં આવ્યો.’

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here