Monday, September 20, 2021
Homeસંસદમાંથી લાપતા મંત્રીઓને સીધા કરવાનું આવડે છે, નામ આપો: મોદી
Array

સંસદમાંથી લાપતા મંત્રીઓને સીધા કરવાનું આવડે છે, નામ આપો: મોદી

  • દિલ્હીમાં બીજેપી સંસદીય દળની બેઠક યોજાઇ જેમાં તમામ મોટા નેતા હાજર રહ્યા
  • સાંસદોને રાજકારણથી હટીને સમાજના વિવિધ વિષયો પર કામ કરવાની સલાહ આપી
  • મતવિસ્તારમાં ઇનોવેટીવ કામ કરવાની સાથે બીમારીઓ પર મિશન મોડમાં કામ કરવાનું મોદીનું સૂચનનવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ  સંસદમાં ગેરહાજર રહેનારા કેન્દ્રીય મંત્રીઓને ફટકાર લગાવી. તેમને કહ્યું કે રોસ્ટર ડ્યુટી પર ગૃહમાં નહીં બેસનારા મંત્રીઓના નામ દરરોજ સાંજે મને જણાવવામાં આવે. વડાપ્રધાન મોદીએ મંચથી કહ્યું કે ‘જો આ લોકો જાતે નહીં સુધરે તો અમે સુધારી દઈશું.’ મંત્રીઓ વિરુદ્ધ વડાપ્રધાનની નારાજગી ભાજપ સંસદીય સમિતિની બેઠકમાં જોવા મળી.એક મહિનામાં આ બીજો પ્રસંગ હતો જ્યારે વડાપ્રધાન મોદીએ સંસદમાં ગેરહાજરી અંગે નારાજગી વ્યક્ત કરી. અગાઉ તેમણે ગૃહમાંથી ગેરહાજર રહેનારા સાંસદોની પણ ટીકા કરી હતી. સૂત્રોના જણાવ્યા મુજબ વડાપ્રધાને કહ્યું કે ગૃહમાં હાજર રહેવાની સલાહ માત્ર સાંસદો જ નહીં પરંતુ મંત્રીઓ પર પણ એટલી લાગુ થાય છે. વડાપ્રધાને કહ્યું કે પોતાને મળેલી જવાબદારીઓ પૂર્ણ કરો. સાથે કહ્યું કે સરકારના વિધેયક એજન્ડા પસાર કરવા માટે જરૂરી થયું તો સંસદનું સત્ર લંબાવવામાં આવી શકે છે. સંસદ સત્ર 26 જુલાઈએ પૂરું થઈ રહ્યું છે.

    હેમા, એસ.પી.સિંહ બઘેલ, વરુણે જણાવ્યા ગેરહાજરીનાં કારણ

    હેમાએ કહ્યું- દોહિત્રીના નામકરણ માટે ગઈ હતી. ઘણા સાંસદોએ કહ્યું, લાઈબ્રેરીમાં વાંચી રહ્યાં હતા. થોેડા દિવસ પહેલાં એક મહત્ત્વપૂર્ણ બિલના સમયે લોકસભામાંથી ગેરહાજર સાંસદો અંગે વડાપ્રધાન મોદીએ સંસદીય કાર્યમંત્રી પાસે રિપોર્ટ માંગ્યો હતો જેમાં સાંસદો પાસે ગેરહાજરી અંગે કારણ પૂછવામાં આવ્યા હતા. જવાબમાં આશરે 57 સાંસદોએ જણાવ્યું કે તેઓ સંસદમાં જ હતા પરંતુ જ્યાં સુધી તેમને બિલ અંગે માહિતી મળી ત્યારે લોકસભાના દરવાજા બંધ થઈ ગયા હતા. આગ્રાના સાંસદ એસ.પી.સિંહ બઘેલે જણાવ્યું કે તેઓ એઇમ્સમાં ગયા હતા. હેમા માલિનીએ કહ્યું કે તેઓ પોતાની દોહિત્રીના નામકરણ સંસ્કારમાં સામેલ થવા મુંબઈ ગયા હતા. વરુણ ગાંધીએ કહ્યું કે પોતાના ક્ષેત્રના એક કાર્યક્રમમાં સામેલ થયા હોવાથી ગૃહમાં આવી શક્યા નહીં જ્યારે તેમની માત્ર મેનકા ગાંધીએ કહ્યું કે તેમની પાસે બિલ અંગે કોઈ માહિતી જ નહોતી. તો કેટલાક સાંસદોએ લખ્યું કે તેઓ લાઈબ્રેરીમાં વાંચવા બેઠા હતા.

    લોકો યાદ કરે એવા કામ કરવાની સલાહ

    સંસદીય કાર્યમંત્રી પ્રહલાદ જોષી અનુસાર વડાપ્રધાન મોદીએ સાંસદોને સલાહ આપી કે તેઓ પોતાના ક્ષેત્રોના વિકાસમાં મહત્ત્વની ભૂમિકા અદા કરે છે. સાથે જ માનવીય સંવેદનાથી સંકળાયેલા કામ જેવા કે રક્તપિત્ત અથવા ટીબી પ્રત્યે જાગૃતતા અને જળસંરક્ષણ જેવા કામો હાથ પર લે. મોદીએ સાંસદોને કહ્યું કે પહેલો પ્રભાવ જ અંતિમ હોય છે. તેમણે કહ્યું કે જવાબદારીઓ ઉપરાંત એવા કામ કરો જેનાથી તમને યાદ કરવામાં આવે. લોકોની જરૂરિયાત પૂરી થશે તો તેવો પોતાના લોકપ્રતિનિધિને ભૂલશે નહીં.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments