Thursday, October 21, 2021
Homeપયગંબર કાર્ટૂન વિવાદ : ફ્રાન્સના રાષ્ટ્રપતિ મેક્રોને કહ્યું- મુસ્લિમોનું સન્માન કરું છું,...
Array

પયગંબર કાર્ટૂન વિવાદ : ફ્રાન્સના રાષ્ટ્રપતિ મેક્રોને કહ્યું- મુસ્લિમોનું સન્માન કરું છું, પરંતુ હિંસા સહન નહીં કરું

ઇસ્લામને આતંકવાદ સાથે જોડવા બદલ ટીકાઓનો સામનો કરી રહેલા ફ્રાંસના રાષ્ટ્રપતિ ઇમેન્યુએલ મેક્રોને એક મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. મેક્રોએ શનિવારે કહ્યું કે તેઓ મુસ્લિમોનું સન્માન કરે છે. હું સમજી શકું છું કે મુસ્લિમ પયગંબર મોહમ્મદના કાર્ટૂન બનાવવાથી દુખી છે. આ બધુ હોવા છતાં, આના જવાબમાં હિંસા સહન કરી શકાતી નથી.

ધાર્મિક સંઘર્ષને કારણે બે અઠવાડિયામાં થયેલા બે હુમલાઓએ ફ્રાંસને હચમચાવી નાખ્યું છે. પ્રથમ વિવાદાસ્પદ કાર્ટૂન બતાવનાર શિક્ષકનું માથું તેના જ વિદ્યાર્થીએ કાપી નાંખ્યું. બાદમાં, નીસ શહેરમાં ચર્ચની બહાર છરી મારીને એક મહિલા સહિત ત્રણ લોકોની હત્યા કરવામાં આવી હતી. શનિવારે પણ એક અજાણ્યા બંદૂકધારીએ ચર્ચમાં પાદરીને ગોળી મારી હતી. આ કેસમાં એક શંકાસ્પદની ધરપકડ કરવામાં આવી છે.

હુમલાઓને ઇસ્લામિક આતંકવાદ ગણાવ્યો
સતત થતા હુમલાઓને કારણે સરકારે ફ્રાન્સમાં તૈનાત સૈન્યની સંખ્યા બમણી કરી દીધી છે. મેક્રોન આ ઘટનાઓને ઇસ્લામિક આતંકવાદ કહે છે. ત્યાર બાદથી જ તેઓ મુસ્લિમ દેશોના નેતાઓના નિશાન પર છે. ઘણા દેશોમાં ફ્રેન્ચ ચીજોનો બહિષ્કાર કરવાની ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે.

‘કાર્ટૂનનું સમર્થન નથી કરતા’
એક મીડિયા હાઉસ સાથે વાત કરતા ફ્રાન્સના રાષ્ટ્રપતિએ કહ્યું કે આખા મામલાની ગેરસમજ થઈ રહી છે. તેઓ મોહમ્મદ પયગંબરના કાર્ટૂનને સમર્થન આપતા નથી. આ કાર્ટૂનથી અનેક લોકોની લાગણી દુભાય છે. આ પછી પણ દેશમાં અભિવ્યક્તિની સ્વતંત્રતા સુરક્ષિત રહેશે. તેમાં કાર્ટૂન પ્રિન્ટિંગ પણ શામેલ છે.

ફ્રાંસ બાદ કેનેડામાં છરીથી હુમલો, 2 લોકોમાં મૃત્યુ

ફ્રાંસ બાદ કેનેડામાં એક વ્યક્તિએ કેટલાક લોકો પર છરી વડે હુમલો કર્યો હતો. રવિવારે ક્યુબેક સિટીમાં બનેલી આ ઘટનામાં બે લોકોનાં મોત નીપજ્યાં હતાં. 5 લોકો ઘાયલ પણ થયા છેપોલીસે હુમલાખોરને પકડવા માટે સમગ્ર વિસ્તારને ઘેરી લીધો હતો. એક શંકાસ્પદ વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. હુમલો કરનાર હોવાનું જણાવાયું છે. આ હુમલા પછી પોલીસે લોકોને અપીલ કરી છે કે તેઓ ઘરમાં રહે અને ઘટનાસ્થળ તરફ ન જાય.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments